મુંબઈ : NCP નેતા બાબા સિદ્દીકી હત્યા કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે વધુ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મુંબઈના પનવેલ અને રાયગઢ જિલ્લાના કર્જતમાંથી ધરપકડ કરવામાં આવી છે. આ સાથે બાબા સિદ્દીકી હત્યા કેસમાં અત્યાર સુધીમાં 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
પાંચ આરોપીઓની ધરપકડ : મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે બાબા સિદ્દીકી હત્યા કેસમાં મુંબઈના પનવેલ અને રાયગઢ જિલ્લાના કર્જતમાંથી વધુ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે ધરપકડ કરાયેલા 5 આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા અને 12 દિવસની પોલીસ કસ્ટડીની માંગણી કરી હતી. કોર્ટે ધરપકડ કરાયેલા પાંચ આરોપીઓને 25 ઓક્ટોબર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે.
बाबा सिद्दीकी हत्याकांड | गिरफ्तारी के बाद मुंबई क्राइम ब्रांच ने गिरफ्तार किए गए 5 आरोपियों को कोर्ट में पेश किया और पुलिस ने 12 दिन की पुलिस हिरासत की मांग की। कोर्ट ने गिरफ्तार किए गए 5 आरोपियों को 25 अक्टूबर तक पुलिस हिरासत में भेज दिया।
— ANI_HindiNews (@AHindinews) October 18, 2024
पुलिस ने कोर्ट को बताया कि बाबा… https://t.co/Abst6ZNdUq pic.twitter.com/uJXVd5Lv4E
બે શૂટરોની ધરપકડ : પોલીસે કોર્ટને જણાવ્યું કે, બાબા સિદ્દીકી હત્યા કેસમાં બે શૂટરોની ધરપકડ કરવામાં આવી છે. એક મુખ્ય શૂટર હજુ પણ ફરાર છે, જેની શોધ ચાલુ છે. પકડાયેલ આરોપી શૂટરોને હથિયાર અને પૈસા પૂરા પાડતો હતો. પોલીસે કહ્યું કે તેમને શંકા છે કે તેઓ ફોન દ્વારા બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલા છે. તેમજ તમામ પર બાબા સિદ્દીકી હત્યા કેસમાં સામેલ હોવાનો આરોપ છે.
બાબા સિદ્દીકી હત્યા કેસ : NCP વરિષ્ઠ નેતા બાબા સિદ્દિકીની 12 ઓક્ટોબરની મોડી સાંજે બાંદ્રામાં તેમના પુત્ર જીશાન સિદ્દીકીની ઓફિસની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ પછી તેને લીલાવતી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. બીજી તરફ બોલિવૂડના દબંગ ખાન એટલે કે સલમાન ખાનને ધમકીભર્યો મેસેજ મળ્યા બાદ તેના બાંદ્રા સ્થિત ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે.