મુંબઈ: મુંબઈ પોલીસે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન અને NCP નેતા બાબા સિદ્દીકીની હત્યા કેસમાં ચોથા આરોપીની પણ ઓળખ કરી નાખી છે, જેનું નામ મોહમ્મદ જીશાન અખ્તર તરીકે જણાવવામાં આવી રહ્યું છે. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર જીશાન પંજાબના જલંધરનો રહેવાસી છે. તે આ જ વર્ષે જૂનમાં પટિયાલા જેલમાંથી મુક્ત થયો હતો. પટિયાલા જેલમાં કેદ દરમિયાન તે લોરેન્સ બિશ્નોઈ ગેંગના ગુનેગારોના સંપર્કમાં આવ્યો હતો.
બે પૈકી એક આરોપીે પોલીસ કસ્ટડીમાં: શનિવારે રાત્રે મુંબઈના બાંદ્રામાં બાબા સિદ્દીકીની હત્યા બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને બે લોકોની ધરપકડ કરી હતી. બંને આરોપીઓને રવિવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. સરકારી વકીલ અને બચાવ પક્ષની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે બે પૈકી એક આરોપીને 21 ઓક્ટોબર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.
બોન ઓસિફિકેશન ટેસ્ટનો આદેશ: જ્યારે બીજા આરોપી ધર્મરાજ કશ્યપને મેડિકલ તપાસ માટે મોકલવામાં આવ્યો છે. આ નિર્ણય પાછળનું કારણ એ છે કે તેણે પોતાને સગીર જાહેર કર્યો છે. ધર્મરાજ કશ્યપની વાસ્તવિક ઉંમર જાણવા માટે બોન ઓસિફિકેશન ટેસ્ટ કરવામાં આવશે. જે માટે કોર્ટે મંજૂરી આપી દીધી છે.
#WATCH | Baba Siddique Murder case | Mumbai: The accused, identified as Gurmail Singh and Dharamraj Kashyap taken from Esplanade Court.
— ANI (@ANI) October 13, 2024
The Court sent accused Gurmail Singh to Mumbai Crime Branch custody till 21 October. Police custody of Dharamraj Kashyap was not given. The… pic.twitter.com/Ib1uctH1wI
જાણો સંપૂર્ણ ઘટના: પૂર્વ ધારાસભ્ય બાબા સિદ્દીકીની શનિવારે રાત્રે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મુંબઈ પોલીસે અત્યાર સુધીમાં હત્યામાં સંડોવાયેલા ચાર આરોપીઓની ઓળખ કરી લીધી છે. પોલીસે ધરપકડ કરેલા બે આરોપીઓ ગુરમેલ સિંહ અને ધર્મરાજ કશ્યપ છે. જ્યારે અન્ય બે આરોપી શિવ કુમાર અને મોહમ્મદ જીશાન અખ્તર ફરાર છે. બંનેને પકડવા માટે મુંબઈ પોલીસે 10 ટીમો બનાવી છે.
બાબા સિદ્દીકીને Y કેટેગરીની સુરક્ષા નથી મળી: બાબા સિદ્દીકીની હત્યા બાદ મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, એનસીપી નેતાને વાય કેટેગરીની સુરક્ષા આપવામાં આવી નથી. મુંબઈ પોલીસે આ દાવાને નકારી કાઢ્યો અને કહ્યું કે બાબા સિદ્દીકીને વાય લેવલની સુરક્ષા મળી નથી.
બાબા પાસે સુરક્ષાની કોઈ શ્રેણી નહોતી: પોલીસે વધુમાં જણાવ્યું છે કે, હાલ ક્રાઈમ બ્રાન્ચ આ કેસની તપાસ કરી રહી છે. પકડાયેલા બે આરોપીઓ પાસેથી બે પિસ્તોલ અને 28 કારતૂસ મળી આવ્યા છે. આ ગેંગમાં લોરેન્સ બિશ્નોઈ સામેલ છે કે કેમ તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. પોલીસે જણાવ્યું કે, બાબા સિદ્દીકીની સુરક્ષા માટે ત્રણ પોલીસકર્મીઓ તૈનાત હતા. બાબા પાસે સુરક્ષાની કોઈ શ્રેણી નહોતી. ઘટના સમયે એક પોલીસકર્મી ત્યાં હાજર હતો.
આ પણ વાંચો: