ETV Bharat / bharat

Ram Mandir: અયોધ્યામાં રામ મંદિરના દર્શન સમયમાં 1 કલાકનો વધારો કરાયો, રાત્રે 11.00 કલાક સુધી દ્વાર ખુલ્લા રહેશે - રામ મંદિર

અયોધ્યા રામ મંદિરમાં દર્શનનો સમય વધારવામાં આવ્યો. હવે રાત્રે 11.00 કલાક સુધી ભકતો પ્રભુ શ્રી રામના દર્શન કરી શકશે. જ્યારે VVIPએ દર્શન કરવા હોય તો 10 દિવસ અગાઉ જાણ કરવાની રહેશે. Ayodhya Ram Mandir Darshan Time Increase 11 Pm

રાત્રે 11.00 કલાક સુધી રામ મંદિરના દ્વાર ખુલ્લા રહેશે

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 24, 2024, 3:34 PM IST

Updated : Jan 24, 2024, 3:56 PM IST

અયોધ્યાઃ ભકતોની લાગણીને માન આપીને રામ મંદિર ટ્રસ્ટ તરફથી રામ મંદિરમાં દર્શનનો સમય વધારવામાં આવ્યો છે. હવે રાત્રે 11.00 કલાક સુધી પ્રભુ શ્રી રામના દર્શન કરી શકાશે. પહેલા આ સમય મર્યાદા રાત્રે 10 કલાકની હતી. જેમાં 1 કલાકનો વધારો કરવામાં આવ્યો છે. જો VVIPને દર્શન કરવા આવવું હોય તો 10 દિવસ અગાઉ તંત્ર, પોલીસ અથવા ટ્ર્સ્ટને સૂચિત કરવા પડશે. અત્યારે અયોધ્યામાં ભારે ભીડને લઈને સુરક્ષા કરતા કર્મચારીઓની ડ્યૂટી 25મી જાન્યુઆરી સુધી વધારી દેવામાં આવી છે.

કાયદા વ્યવસ્થાના ડીજી પ્રશાંતકુમાર અનુસાર અયોધ્યામાં મોટી સંખ્યામાં અત્યારે રામ ભક્તોની ભીડ જામેલી છે. તેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાત્રે રામ ભકતો દર્શન કરી લે ત્યાં સુધી મંદિરના દ્વાર ખુલ્લા રાખવામાં આવશે. હવે મંદિરના દ્વાર રાત્રે 10 કલાકને બદલે 11 કલાક સુધી ખુલ્લા રહેશે. તેમજ VVIP માટે ખાસ નિયમ બનાવવામાં આવ્યો છે. VVIPને દર્શન કરવા હોય તો 10 દિવસ અગાઉ તંત્ર, પોલીસ અથવા ટ્ર્સ્ટને સૂચિત કરવા પડશે. અયોધ્યામાં સુરક્ષા કરતા કર્મચારીઓની ડ્યૂટી 25મી જાન્યુઆરી સુધી વધારી દેવામાં આવી છે.

અયોધ્યામાં ગઈકાલે 5 લાખ ભકતોએ પ્રભુ શ્રી રામના દર્શન કર્યા હતા. ભકતોનો જુવાળ ઉમટી પડ્યો હતો. ચારેકોર ભીડ જ ભીડ હતી. સ્થાનિક તંત્ર સાથે મોટી સંખ્યામાં પોલીસ ખડેપગે ફરજ નિભાવી રહી છે. મંગળવાર સુધી રાત્રે અયોધ્યામાં દર્શન કરવાનો અંતિમ સમય રાત્ર 10 કલાક સુધી હતો. જે બુધવારે વધારીને રાત્રે 11.00 કલાક કરી દેવાયો છે. તેમજ VVIP માટે ખાસ નિયમ બનાવવામાં આવ્યો છે.

હવે રામ મંદિર સવારે 7 કલાકથી રાત્રે 11 કલાક સુધી દર્શનાર્થે ખુલ્લું રહેશે. પ્રભુ શ્રીરામની મંગલા આરતી સવારે 4.30થી 5.00 વચ્ચે નિર્ધારીત કરવામાં આવી છે. શ્રૃંગાર આરતી સવારે 6.30 કલાકે ભોગ આરતી મધ્યાહને 12 કલાકે થશે. આ ઉપરાંત સાંજે 7.30 કલાકે પણ પ્રભુ શ્રી રામની આરતી થશે. મંદિર મધ્યાહને 1 કલાકથી 3 કલાક સુધી બંધ રહેશે. આ દરમિયાન મંદિરના દ્વાર બંધ રાખવામાં આવશે.

  1. Ram Mandir: આજે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા, મંગળ ધ્વનિ અને તાળીઓ વગાડીને રામલલ્લાને જગાડ્યાં, આંખો ખોલતા જ...
  2. Lord Ram In America: અમેરિકા પણ બન્યું 'રામ મય', ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેર ખાતે શ્રીરામની વિશાળ થ્રીડી તસ્વીર લગાવાઈ

Last Updated : Jan 24, 2024, 3:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.