ઔરૈયાઃ જિલ્લાના ફાફુંડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હૃદય ફાટી જાય તેવી ઘટના સામે આવી છે. ક્રૂર માતાએ 3 માસૂમ બાળકોને પોતાના હાથે મારી નાખ્યા. બે બાળકોને નદીમાં ડૂબાડીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. જ્યારે દોઢ વર્ષના બાળકને ઉપાડીને સીધો નદીમાં ફેંકી દીધો હતો. બાદમાં તેનો મૃતદેહ પણ મળી આવ્યો હતો. મહિલા તેના ચાર બાળકો સાથે તેમની હત્યા કરવા નદી કિનારે પહોંચી હતી. ચોથો દીકરો જે લગભગ 8 વર્ષનો છે તે બચી ગયો છે. તેણે જ રડતા રડતા પોલીસને તેની માતાની ક્રૂરતા વિશે જણાવ્યું હતું. પોલીસે આરોપી માતાની ધરપકડ કરી છે.
બાળકો રડતા રહ્યા: આ ઘટના ઉત્તરપ્રદેશના અટા બરૌઆ ગામમાં બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ સ્થળની રહેવાસી પ્રિયંકા તેના ચાર બાળકો સાથે લઈને સવારે ઘરેથી નીકળી હતી. પ્રિયંકા બાળકો સાથે કેશમપુર ઘાટ પહોંચી હતી. અહીં તેણે તેના 4 અને 5 વર્ષના બે બાળકોને કોઈ પ્રકારની નશા વાળી વસ્તુ ખવડાવી હતી. આ પછી તેણી તેમને બંબા નદીમાં ડૂબાડવાનું શરૂ કર્યું. બાળકો સંઘર્ષ કરતા રહ્યા પરંતુ માતાની પકડ ન નબળી પડી કે ન તો તેનું હૃદય પીગ્ળયું. તેમની સાથે હાજર અન્ય બે બાળકોએ તેમની માતાનું આ રૂપ જોઈને ગભરાઈ ગયા હતા. આ દરમિયાન નજીકમાં હાજર ગ્રામજનોએ તેમને જોયા અને તેઓ બાળકોને બચાવવા દોડ્યા ત્યાં સુધીમાં બંને માસૂમ બાળક પાણીમાં ડૂબીને મોતને ભેટ્યા હતા.
દોઢ વર્ષના બાળકને ઉપાડીને નદીમાં ફેંકી દીધો: પોલીસના જણાવ્યા અનુસાર, પ્રિયંકા તેના બાકીના બે બાળકોને પણ મારી નાખવા માંગતી હતી, તેથી ગામલોકોને આવતા જોઈને તેણે સૌથી નાના દોઢ વર્ષના બાળકને ઉપાડીને નદીમાં ફેંકી દીધો હતો. બાળક સૌની નજર સામે મોજામાં ડૂબી ગયો. આ પછી ક્રૂર માતાએ છેલ્લા બાકીના 8 વર્ષના પુત્રને નિશાન બનાવ્યો. પરંતુ કોઈક રીતે તે નાસી છૂટ્યો હતો. ત્યાં સુધીમાં ઘણા લોકો ત્યાં પહોંચી ગયા હતા. સ્થાનિક લોકોએ આ ઘટના અંગે ઔરૈયા પોલીસને જાણ કરી હતી. જ્યારે પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ત્યારે નદી કિનારે પડેલા બાળકોના મૃતદેહને જોઈને તેઓ ચોંકી ગયા હતા.
બાળકોના મૃતદેહો જોય લોકો રડી પડ્યા: માતાના હાથે ત્રણ બાળકોની હત્યાના સમાચાર જંગલની આગની જેમ ફેલાઈ ગયા હતા. પોલીસની સાથે સાથે આસપાસના વિસ્તારોના ઘણા લોકો પણ ઘાટ પર હાજર હતા. નદી કિનારે બે બાળકોના મૃતદેહ પડેલા હતા. શરીરનો અડધો ભાગ પાણીમાં હતો. બંને નિર્દોષ લોકોને જોઈને એવું લાગી રહ્યું હતું કે તેઓ હમણા ઉભા થવાના છે. બાળકોના મૃતદેહ જોઈને સૌ કોઈના દિલ દુખી થઈ ગયા હતા. લોકો બાળકોના નિર્જીવ મૃતદેહોને જોઈને રડતા. માતાની ક્રૂરતા જોઈને પોલીસ પણ પરેશાન થઈ ગઈ.
ઘટનાની માહિતી મળતા જ એસપી ચારુ નિગમ ફોરેન્સિક ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. ફોરેન્સિક ટીમે પુરાવા એકત્ર કરીને મહિલાની અટકાયત કરી છે. ગુમ થયેલા બાળક વિશે પૂછપરછ દરમિયાન આરોપી પ્રિયંકાએ જણાવ્યું કે એક બાળકને નદીમાં ફેંકી દેવામાં આવ્યો હતો. તેનો મૃતદેહ પણ મળી આવ્યો છે.