અમદાવાદ : આજે 12 ઓક્ટોબર 2024ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.
મેષ: આજે મકર રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી દશમ ભાવમાંથી થઇ રહ્યું છે. આજે આપ કુટુંબીજનો સાથે મળીને ઘરેલુ બાબતો અંગે વિચાર – વિમર્શ કરશો. ઘરની નવેસરથી ગોઠવણ કરીને આપ તેને એક નવું રૂપ આપશો. ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા થશે. સ્ત્રીઓ તેમ જ માતા તરફથી લાભ થવાની શક્યતા છે. આપના કામમાં સરકારી સહાય મેળવી શકશો. કામના ભારણને કારણે આપ ચિંતિત બનો તેવી પણ શક્યતા છે.
વૃષભ: આજે મકર રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી નવમ ભાવમાંથી થઇ રહ્યું છે. આજે આપ વિદેશમાં વસતા મિત્રો કે સ્નેહીજનોના સારા સમાચાર મેળવી આનંદ અનુભવી શકશો. જે લોકો વિદેશ જવા માંગે છે તેમના માટે સમય સારો છે. પ્રવાસ કે ધર્મસ્થળની મુલાકાતના યોગ છે. ઓફિસમાં કામનું પ્રમાણ વધારે રહેશે. સ્વાસ્થ્ય નરમ-ગરમ રહ્યા કરશે.
મિથુન: આજે મકર રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી અષ્ટમ ભાવમાંથી થઇ રહ્યું છે. આપે આપના મિજાજને કાબુમાં રાખવો પડશે જેથી કોઇ સમસ્યા ન સર્જાય. બિમાર વ્યક્તિએ આજે કોઇ નવી ઉપચાર પદ્ધતિ અજમાવવી નહીં કે ઓપરેશન કરાવવું નહીં. ખર્ચ વધતા આર્થિક સંકડામણ અનુભવાય. સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ પહેલાથી જ હોય તેમણે સારવાર અને પરેજીમાં વધુ ધ્યાન આપવું. પ્રભુ સ્મરણથી મન હળવું થશે.
કર્ક: આજે મકર રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી સપ્તમ ભાવમાંથી થઇ રહ્યું છે. આજનો દિવસ મનોરંજન અને મોજમસ્તીમાં પસાર થશે. આપ પરિવારજનો કે મિત્રો સાથે ફરવા કે ફિલ્મ જોવા જાવ તેવી શક્યતા છે. આપ સારું ભોજન માણો, સુંદર વસ્ત્રપરિધાન અને અલંકારો કે નવું વાહન ખરીદો તેવા પણ યોગ છે. સમાજમાં આપની પ્રતિષ્ઠા વધશે. વેપાર કે વ્યવસાયમાં ભાગીદારીથી લાભ મેળવી શકશો. વિજાતીય વ્યક્તિઓથી આકર્ષણ અનુભવાય. પ્રેમના માર્ગે આગળ વધી રહેલા પ્રેમીજનોને સફળતા મળશે.
સિંહ: આજે મકર રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી ષષ્ટમ ભાવમાંથી થઇ રહ્યું છે. આપના ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે. કુટુંબના સભ્યો સાથે આપનો સમય આનંદ ઉત્સાહમાં પસાર થશે. આપનું આરોગ્ય સારું રહેશે. આપને માન-પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે અને તેના કારણે ખુશી અનુભવાશે. ઓફિસમાં સહકાર્યકરો આપની મદદ કરશે. આપને બિમારીમાંથી રાહત મળે. મોસાળથી સારા સમાચાર મળે અને તેમનાથી લાભ થાય. વિરોધીઓ આપની સામે હાર સ્વીકારી લેશે.
કન્યા: આજે મકર રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી પંચમ ભાવમાંથી થઇ રહ્યું છે. આજે સંતાનોના કાર્યોમાં વધુ વ્યસ્ત ધ્યાન આપવાની સલાહ છે. આપને પેટને લગતી તકલીફો સતાવે. વિદ્યાભ્યાસ માટે વિદ્યાર્થીઓને આજે મહેનત વધારવાની સલાહ છે તેમજ બીજાનું માર્ગદર્શન પણ લેવું પડશે. આજે આપે બૌદ્ધિક વાદ-વિવાદથી દૂર રહેવું જોઇએ. પ્રેમીજનોને પ્રણયમાં સફળતા મળે. પ્રિયજન સાથેની મુલાકાત આનંદથી ભરપૂર રહેશે. આપે શેરસટ્ટાની બાબતમાં સાવચેત રહેવું પડશે.
તુલા: આજે મકર રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી ચતુર્થ ભાવમાંથી થઇ રહ્યું છે. આજે વધુ પડતી લાગણીશીલતા .આપના મનને આર્દ્ર ભનાવશે. સ્ત્રી અને માતાને લગતી બાબતોમાં તમારે વધુ શાંતિ અને ધીરજથી કામ લેવાની સલાહ છે. પ્રવાસ માટે સમય યોગ્ય નથી તેથી આજે પ્રવાસનો વિચાર માંડી વાળો તે સલાહભર્યું છે. છાતીમાં પીડા હોય તેવા જાતકોએ સ્વાસ્થ્યની આજે વધુ કાળજી લેવી પડશે. જમીન કે મિલકતની બાબતમાં સાવચેત રહેવું પડશે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં એકાગ્રતા માટે મેડિટેશન કરી શકે છે.
વૃશ્ચિક: આજે મકર રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી તૃતીય ભાવમાંથી થઇ રહ્યું છે. આજનો આપનો દિવસ આનંદ અને ખુશીની પળોમાં પસાર થશે. આપ નવું કામ શરૂ કરી શકશો. સહોદરો સાથે આપના સંબંધો સારા રહેશે. ભાગ્યમાં વૃદ્ધિ થઇ શકે છે. મિત્રો અને સ્વજનોને મળવાનું થાય. વિરોધીઓ તેમની ચાલમાં ફાવી શકશે નહીં. આપની લોકચાહનામાં વધારો થશે.
ધન: આજે મકર રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી દ્વિતિય ભાવમાંથી થઇ રહ્યું છે. આપનો દિવસ મિશ્રફળ આપનારો બની રહેશે. કુટુંબીજનો સાથે મતભેદ કે મનદુઃખ ટાળવા માટે તેમની લાગણી સમજવાનો અને જરૂરિયાતો સંતોષવાનો પ્રયાસ કરવો. આજે આપનું મનોબળ દૃઢ ન હોવાને કારણે નિર્ણય લેવામાં તકલીફ થશે માટે મહત્વના નિર્ણય લેવામાં બીજાની મદદ લેવી. બિનજરૂરી ખર્ચ પર કાબુ રાખવાની સલાહ છે.
મકર: આજે મકર રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી પ્રથમ ભાવમાંથી થઇ રહ્યું છે. આજે આપના નિર્ધારિત કાર્યો પાર પડશે. ઓફિસમાં આપનો પ્રભાવ વધશે. પારિવારિક જીવનમાં આનંદ છવાશે. આપના તનમનનું આરોગ્ય સારું રહેશે. મિત્રો અને સ્નેહીજનોને મળીને આનંદ અનુભવાશે. સુરુચિપૂર્ણ ભોજન માણી શકશો તેમ જ સારા વસ્ત્રાલંકારો પહેરવાનો અવસર પ્રાપ્ત થાય.લગ્નજીવનમાં સંતોષ અને ખુશી અનુભવાશે.
કુંભ: આજે મકર રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી દ્વાદશ ભાવમાંથી થઇ રહ્યું છે. આપે કોઇના જામીન ન થવું જોઇએ કે કોઇની સાથે રૂપિયાની લેવડ-દેવડ ન કરવી જોઇએ. આપે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે, પરિવારજનો સાથે મનદુઃખની કોઈપણ સ્થિતિ ટાળવાની સલાહ છે. કોઇની સાથે મતભેદ કે ચડભડ થાય તો પણ તમારે સમાધાનકારી નીતિ રાખવી અને વહેલી તકે વિવાદનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવો. આજે ગુસ્સા પર અંકુશ રાખવો હિતાવહ છે. બીજા લોકોનું ભલું કરવા જતા પોતાનું નુકસાન ન થઇ જાય તેનું ધ્યાન રાખશો. અકસ્માતથી સંભાળીને રહેવાની સલાહ છે.
મીન: આજે મકર રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી એકાદશ ભાવમાંથી થઇ રહ્યું છે. આજનો દિવસ આપના માટે ઘણો સાનુકૂળ છે. ધંધામાં કે નોકરીમાં આપની આવક વધશે. આપના મિત્રો અને વડીલો તરફથી આપને લાભ થઇ શકે. આપ નવા મિત્રો બનાવશો અને આ મૈત્રી લાંબાગાળે ઘણી ફાયદાકારક નિવડશે. કોઇ શુભ પ્રસંગમાં આપ હાજરી આપશો. મિત્રો સાથે બહાર ફરવા જવાનું પણ બને. પરિવારજનો પાસેથી સારા સમાચાર મળે અને અચાનક આર્થિક લાભ થવાની શક્યતા જણાઈ રહી છે.