ETV Bharat / bharat

આસારામની તબિયત બગડી, જોધપુર એઈમ્સમાં દાખલ - Asaram admitted in AIIMS

નાબાલિગ સાથે યૌન શોષણના આરોપમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને ગુરુવારે રાત્રે ખરાબ તબિયતના કારણે જોધપુર એમ્સમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.

Etv Bharat asaram admitted at aiims
Etv Bharat asaram admitted at aiims (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 21, 2024, 5:10 PM IST

જોધપુર: છેલ્લા ત્રણ દિવસથી સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાતા આસારામને આખરે ગુરુવારે રાત્રે જોધપુર એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. આસારામને ત્રણ દિવસ પહેલા છાતીમાં દુખાવો થયો હતો. જે બાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પરંતુ તપાસ બાદ તેમને પરત મોકલી દેવામાં આવ્યા હતા. ગુરુવારે રાત્રે લગભગ 1:00 વાગ્યે તેમની તબિયત બગડતાં તેમને જોધપુર એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ તેમને ICUમાં રાખવામાં આવ્યા છે.

આસારામના સ્વાસ્થ્ય રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, તેઓ એનિમિયાથી પીડિત છે અને તેમનું હિમોગ્લોબિન લેવલ 8.7 છે. ડોકટરો આંતરીક રક્તસ્ત્રાવ સહિત પેટની સમસ્યાઓની સારવાર કરી રહ્યા છે.

નોંધનીય છે કે 21 માર્ચે રાજસ્થાન હાઈકોર્ટે યૌન ઉત્પીડનના આરોપમાં સજા કાપી રહેલા આસારામને પોલીસ સુરક્ષા હેઠળ જોધપુરની એક ખાનગી આયુર્વેદિક હોસ્પિટલમાં 10 દિવસ સુધી સારવાર કરાવવાની મંજૂરી આપી હતી. જે અંતર્ગત મહારાષ્ટ્રથી આવેલા આયુર્વેદના નિષ્ણાત દ્વારા તેમની સારવાર કરવામાં આવી હતી. જ્યારે આસારામે મહારાષ્ટ્રના ખાપોલીમાં સારવાર માટે અરજી કરી હતી, ત્યારે મહારાષ્ટ્ર પોલીસે સુરક્ષાના કારણોસર સારવારની પરવાનગી આપી ન હતી.

આસારામને આજીવન જેલની સજા: આસારામને જોધપુર કોર્ટમાં નાબાલિગ સાથે યૌન શોષણના આરોપમાં તેમના આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. જે મુજબ આસારામ મૃત્યુ સુધી જેલમાં જ રહેશે. આસારામ વતી જામીન અને પેરોલને લઈને ડઝનબંધ અરજીઓ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી, પરંતુ હાલમાં તેમને ક્યાંયથી કોઈ રાહત મળી નથી.

  1. Asaram Rape Case: દુષ્કર્મ કેસ મામલે આસારામને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.