ETV Bharat / bharat

જીત બાદ પણ PM મોદીની કેબિનેટમાંથી અનુરાગ આઉટ, શું ત્રણ પેટાચૂંટણીમાં હારનો ડંખ લાગ્યો ? - PM Modi cabinet

નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા. આ સાથે તેમની કેબિનેટના 72 મંત્રીઓના ચહેરા પણ સામે આવ્યા હતા, પરંતુ યુવા નેતા અનુરાગ ઠાકુર તેમાં સામેલ ન હતા. તેની પાછળ કેટલાક કારણો હોઈ શકે છે. હિમાચલમાં આ જ કારણોની ગુપ્ત રીતે ચર્ચા થઈ રહી છે.

PM મોદીની કેબિનેટમાંથી અનુરાગ આઉટ
PM મોદીની કેબિનેટમાંથી અનુરાગ આઉટ (ETV Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 10, 2024, 5:22 PM IST

હિમાચલ પ્રદેશ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં બે વખત મહત્વપૂર્ણ મંત્રાલય સંભાળી ચૂકેલા હિમાચલના યુવા નેતા અનુરાગ ઠાકુરને આ વખતે કેબિનેટમાં સ્થાન મળ્યું નથી. અનુરાગ ઠાકુર સતત પાંચમી વખત વિજય મેળવ્યા બાદ પણ સરકારનો હિસ્સો બની શક્યા નથી. રવિવારે નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા. આ સાથે તેમની કેબિનેટના 72 મંત્રીઓના ચહેરા પણ સામે આવ્યા, પરંતુ યુવા નેતા અનુરાગ ઠાકુર તેમાં સામેલ ન હતા.ટ

કેબિનેટમાં હિમાચલનું પ્રતિનિધિત્વ : હિમાચલ સાથે જોડાયેલા અને હાલમાં ગુજરાતમાંથી રાજ્યસભામાં રહેલા જેપી નડ્ડાને પીએમ નરેન્દ્ર મોદીએ તેમના કેબિનેટનો હિસ્સો બનાવ્યો છે. અધ્યક્ષ બનતા પહેલા પણ જેપી નડ્ડા નરેન્દ્ર મોદી સરકારમાં આરોગ્ય મંત્રી રહી ચૂક્યા છે. PM નરેન્દ્ર મોદી અને તેમની કોર ટીમને નાના રાજ્ય હિમાચલમાંથી બે બેઠકો પર પ્રતિનિધિત્વ આપવું યોગ્ય ન લાગ્યું હોય, પરંતુ તેની પાછળ કેટલાક અન્ય કારણો પણ હોઈ શકે છે. હિમાચલમાં આ જ કારણોની ગુપ્ત રીતે ચર્ચા થઈ રહી છે.

અનુરાગની ખુરશી જવાનું કારણ : કદાચ મુખ્ય કારણ એ છે કે, હમીરપુર સંસદીય સીટ હેઠળ આવતા ત્રણ મતવિસ્તારોમાં ભાજપની હાર થઈ છે. હિમાચલમાં ચાર સંસદીય બેઠક તેમજ છ વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણી યોજાઈ હતી. તેમાંથી ત્રણ બેઠકો હમીરપુર સંસદીય મત વિસ્તારમાં આવે છે. જેમાં સુજાનપુર, કુટલૈહડ અને ગગરેટમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે. માત્ર એક સીટ ભાજપના ફાળે ગઈ અને તે છે બડસર સીટ. આ સિવાય કાંગડા સંસદીય મત વિસ્તારમાંથી ધર્મશાલા બેઠક ભાજપની ટિકિટ પર લડેલા સુધીર શર્માને મળી હતી. હવે સવાલ એ છે કે શું અનુરાગ ઠાકુરની કેબિનેટની ખુરશીને ત્રણ પેટા ચૂંટણીમાં હારનો ડંખ લાગ્યો ?

  • પેટાચૂંટણીમાં મળેલી હારના કારણે જીતનો સ્વાદ ફિક્કો થયો ?

રાજ્યસભા સીટ પર ક્રોસ વોટિંગ થયા બાદ કોંગ્રેસના અભિષેક મનુ સિંઘવી ભાજપના ઉમેદવાર હર્ષ મહાજન સામે પરાસ્ત થયા હતા. કોંગ્રેસ સામે બળવો કરીને હર્ષ મહાજનને મત આપનાર છ ધારાસભ્ય બાદમાં ભાજપમાં જોડાયા હતા. વિધાનસભાની સદસ્યતા ગુમાવ્યા બાદ ભાજપની ટિકિટ પર પેટાચૂંટણીમાં છ નેતાઓ ઉભા હતા. તેમાંથી બે જીત્યા અને ચાર હાર્યા.

કંવરના સમર્થકોની નારાજગી : જ્યારે પેટાચૂંટણી માટે ટિકિટોની વહેંચણી કરવામાં આવી ત્યારે દેવેન્દ્ર ભુટ્ટોને કુટલૈહડ બેઠક માટે ભાજપના ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. જયરામ સરકારના પૂર્વ મંત્રી અને કુટલૈહડથી ચૂંટણી લડતા રહેલા વીરેન્દ્ર કંવરના સમર્થકો આ પસંદગી સાથે સહમત ન હતા. વીરેન્દ્ર કંવર 2022ની ચૂંટણી દેવેન્દ્ર ભુટ્ટો સામે હારી ગયા હતા. અત્રે નોંધનીય છે કે, વીરેન્દ્ર કંવર પૂર્વ સીએમ પ્રેમકુમાર ધૂમલના પ્રબળ સમર્થક છે.

ધૂમલના સમર્થકોનું નિરસ વલણ : જોકે, કોઈક રીતે વીરેન્દ્ર કંવર અને તેના સાથીદારોને સમજાવવામાં આવ્યા. સુજાનપુરની પણ એવી જ હાલત હતી. પ્રેમકુમાર ધૂમલને હરાવીને ભૂતકાળમાં રાષ્ટ્રીય સ્તરે લાઇમલાઇટમાં આવેલા રાજેન્દ્ર રાણાને અહીંથી ટિકિટ મળી હતી. ચર્ચા એ છે કે ધુમલના સમર્થકોએ ચૂંટણી પ્રચાર દરમિયાન સુજાનપુર અને કુટલૈહડમાં પૂરા દિલથી કામ કર્યું ન હતું. કારણ ગમે તે હોય પણ કુટલૈહડ, સુજાનપુર અને ગગરેટ બેઠકો પર પેટા ચૂંટણીમાં મળેલી હારથી અનુરાગ ઠાકુરની જીતનો સ્વાદ ચોક્કસપણે ફિક્કો થઈ ગયો.

નમ્ર છબીથી જીત્યા લખનપાલ : બીજી તરફ હમીરપુર સંસદીય મતવિસ્તારની બીજી બેઠક બદસરથી ઇન્દ્રદત્ત લખનપાલ જીત્યા. લખનપાલે પણ રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરી કોંગ્રેસ સામે બળવો કર્યો અને ભાજપમાં જોડાયા. તેમની ઈમેજ બધાને સાથે લઈને ચાલવાની છે. વિનમ્ર સ્વભાવના લખનપાલની જીતમાં તેમની નમ્ર છબીનો ફાળો છે.

ઓપરેશન લોટસનું સપનું અધૂરું રહ્યું : ચર્ચા એવી છે કે, જો પૂર્વ સીએમ પ્રેમકુમાર ધૂમલના સમર્થકો કુટલૈહડ, સુજાનપુર અને ગગરેટમાં અન્ય મતવિસ્તારની જેમ સક્રિય થયા હોત તો સ્થિતિ કંઈક અલગ જ હોત. અહીં રસપ્રદ વાત એ છે કે ચૂંટણી પ્રચાર દરમિયાન આવેલા પીએમ નરેન્દ્ર મોદીથી લઈને અમિત શાહ અને યોગી આદિત્યનાથે પણ દાવો કર્યો હતો કે, હિમાચલમાં પણ કમળ ખીલશે. હવે સ્થિતિ એવી છે કે છ બેઠકોમાંથી માત્ર બે બેઠક ભાજપના હાથમાં છે. જેના કારણે ઓપરેશન લોટસનું સપનું અધૂરું રહી ગયું.

  • અનુરાગ માટે હવે આગળ શું ?

એ વાત સાચી છે કે અનુરાગ ઠાકુરે ટીમ મોદીનો હિસ્સો રહીને તેમના મંત્રાલયોમાં સંતોષકારક કામ કર્યું છે. ઉપરાંત જો તેઓ પાંચમી વખત જીતે તો મંત્રી પદના દાવેદાર હતા, પરંતુ તેમને આ વખતે તક મળી નથી. હાલ એવી ચર્ચા છે કે, આવી સ્થિતિમાં અનુરાગ ઠાકુરને સંગઠનમાં કોઈ જવાબદારી મળશે ?

જેમ જે.પી. નડ્ડા યુવા મોરચાના વડા હતા, તેમ જ અનુરાગ ઠાકુર ભૂતકાળમાં BJYM ના રાષ્ટ્રીય અધ્યક્ષ રહી ચૂક્યા છે. અનુરાગને સંગઠનમાં કામ કરવાનો અનુભવ છે. આ યુવા નેતા માટે સંગઠનમાં કામ કરવા માટે દરવાજા ખુલ્લા છે. આગામી સમયમાં પ્રાદેશિક રાજકારણમાં તેમની ભૂમિકા નક્કી થાય તેવી પણ શક્યતા છે. તેઓ હિમાચલમાં પણ સક્રિય થઈ શકે છે.

અનુરાગ ઠાકુરે પોતાના પ્રતિભાવમાં કહ્યું છે કે, તેઓ પાર્ટીના કાર્યકર તરીકે તેમનું કામ ચાલુ રાખશે. પક્ષ અનુશાસનને સર્વોપરી રાખીને અનુરાગ ઠાકુરે સંકેત આપ્યો છે કે તેમને જે પણ જવાબદારી મળશે તે વધુ સારી રીતે નિભાવશે. વરિષ્ઠ મીડિયા પર્સન ધનંજય શર્માના અનુસાર ભાજપની કામ કરવાની રીત અલગ છે. કોઈપણ વ્યક્તિને ગમે ત્યારે તક મળી શકે છે. અનુરાગ પાંચમી વખત જીત્યા, પણ મંત્રી ન બની શક્યા. આગામી દિવસોમાં પક્ષમાં તેમની નવી ભૂમિકા નક્કી થાય તેવી શક્યતા છે.

  1. મોદી સરકાર 3.0 માંથી સ્મૃતિ ઈરાનીનું પત્તુ કપાયું, UP માંથી એકમાત્ર મહિલા મંત્રી અનુપ્રિયા પટેલ
  2. મોદી 3.0 કેબિનેટ: અમિત શાહ બની શકે છે દેશના આગામી નાણા પ્રધાન - amit shah

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.