નવી દિલ્હી: ટાટા ગ્રૂપની માલિકીની એર ઈન્ડિયાની બેંગલુરુ-સાન ફ્રાન્સિસ્કો (યુએસ) ફ્લાઈટમાં મોટી બેદરકારી સામે આવી છે. એર ઈન્ડિયાના એક મુસાફરે તાજેતરમાં ટ્વિટર કર્યું કે, તેને ફ્લાઈટના ભોજનમાં ધારદાર બ્લેડ મળી છે. એર ઈન્ડિયાએ સોમવારે પુષ્ટિ કરી હતી કે ગયા અઠવાડિયે તેની એક ફ્લાઈટમાં પીરસવામાં આવેલા ભોજનમાં એક પેસેન્જરને વિદેશી વસ્તુ મળી આવી હતી.
એર ઈન્ડિયા પેસેન્જરની પોસ્ટ:એર ઈન્ડિયાનું ભોજન પણ તમને નુકસાન પહોંચાડી શકે છે. તેણે તેના ભોજન માટે એરલાઇનમાંથી શેકેલા શક્કરીયા અને અંજીર ચાટ મંગાવી હતી. તેમાં એક ધાતુનો ટુકડો મળી આવ્યો, જે બ્લેડ જેવો હતો. ખોરાક ચાવતી વખતે મને આની જાણ થઈ. ભગવાનનો આભાર કે મને કોઈ ઈજા થઈ નથી. આવી ઘટનાઓથી એર ઈન્ડિયાની ઈમેજને ઠેસ પહોંચી શકે છે. જો કોઈ બાળકને પીરસવામાં આવતા ખોરાકમાં ધાતુનો ટુકડો હોય તો શું થાત?
એર ઈન્ડિયાની સ્વચ્છતા: ફૂડ પેકેટમાં મેટલ બ્લેડ હોવાના વિવાદ વચ્ચે એર ઈન્ડિયાના મુખ્ય ગ્રાહક અનુભવ અધિકારી રાજેશ ડોગરાએ જણાવ્યું હતું કે, શાકભાજી કાપવા માટે વપરાતા વેજીટેબલ પ્રોસેસિંગ મશીનમાંથી નિકળી હતી. ભવિષ્યમાં આવી પરિસ્થિતિઓને ટાળવા માટે, કંપનીએ પ્રોસેસરને ચેક કરવાની આવર્તન વધારી છે, ખાસ કરીને કોઈપણ સખત શાકભાજીને કાપ્યા પછી.