ETV Bharat / bharat

આગ્રામાં તાબડતોડ વરસાદે તોડ્યો ત્રણ વર્ષનો રેકોર્ડ : તાજમહેલની છત થઈ લીક, તપાસમાં લાગી ASI ટીમ - Taj Mahal Water dripped - TAJ MAHAL WATER DRIPPED

સપ્ટેમ્બર મહિનામાં થોડા દિવસોના વરસાદે આગ્રામાં છેલ્લા 3 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ઘણા વર્ષો પછી આ મહિનામાં આટલો વરસાદ પડ્યો છે. જેના કારણે અનેક ઐતિહાસિક ઇમારતોને નુકસાન થયું છે. તાજમહેલના મુખ્ય મકબરામાં પણ પાણી ટપકવા લાગ્યું છે.

તાજમહેલની છત થઈ લીક
તાજમહેલની છત થઈ લીક (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 14, 2024, 1:34 PM IST

ઉત્તરપ્રદેશ : તાજાનગરી આગ્રામાં 4 દિવસમાં 353.5 mm વરસાદ નોંધાયો છે. આ સાથે છેલ્લા 3 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. નદીઓ અને નાળાઓ ઉભરાઈ રહ્યા છે, હાઇવે પર પણ પાણી પહોંચી ગયા હતા. સાથે જ તાજમહેલ, આગ્રાનો કિલ્લો, બેબીતાજ, ફતેહપુર સીકરી, રામબાગ જેવી ઐતિહાસિક ઈમારતોને પણ વરસાદી પાણીના કારણે ઘણું નુકસાન થયું છે. મંગળવાર, બુધવાર અને ગુરુવારે વરસાદને કારણે તાજમહેલના બગીચાઓમાં પાણી ભરાઈ ગયા હતા.

તાજમહેલમાં પાણી ટપકયું : આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાની ટીમ તાજમહેલ પહોંચી અને તપાસ કરી હતી. વરસાદ દરમિયાન તાજમહેલના મુખ્ય મકબરામાં ઘણી જગ્યાએથી પાણી ટપકતું હતું. ASI અધિકારીઓના જણાવ્યા અનુસાર, પિત્તળના કળશથી મકબરા પર પાણી ટપકતું હતું. કળશની સ્થાપનામાં ઘણા સાંધાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમને કાટ લાગ્યો હોવાની શક્યતા છે. સપાટી સૂકાયા પછી ગ્રાઉટિંગ અને પેકિંગ કરવામાં આવશે. બીજી તરફ યમુનાના વધતા જળ સ્તરને કારણે તાજમહેલના પાયાના કુવા પર રાખવામાં આવેલા સાલના લાકડાને જીવન મળ્યું છે.

સ્મારકોની તપાસમાં લાગી ASI ટીમ : ASI ના અધિક્ષક પુરાતત્વવિદ્ ડો. રાજકુમાર પટેલ તાજમહેલના વરિષ્ઠ સંરક્ષણ સહાયક પ્રિન્સ વાજપેયી અને એન્જિનિયરોની ટીમ સાથે શુક્રવારે તાજમહેલની છત લીક થવાની સમસ્યાની તપાસ કરી હતી. ASI ટીમે તે જગ્યા શોધી કાઢી હતી, જ્યાંથી તાજમહેલમાં પાણી ટપકતું હતું. પાણી લીકેજ થવાનું કારણ જાણવાનો પ્રયાસ કર્યો હતો. તાજમહેલનો મુખ્ય મકબરો ડબલ ડોમ છે. ઉપરની છત પર પાણીના નિકાલ માટે સારી વ્યવસ્થા છે. પરંતુ સતત વરસાદને કારણે નીચેની છત પર પાણી આવી ગયા હતા. જેના કારણે મુમતાઝ અને શાહજહાંની કબરો પર ટીપા ટપક્યા હતા.

આગરા કિલ્લામાં પણ ભીનાશ : શુક્રવારના રોજ આગ્રા કિલ્લાના વરિષ્ઠ સંરક્ષણ સહાયક કલંદર બિંદે ટીમ સાથે મુસમ્મન બુર્જ, દીવાન-એ-આમ, મોતી મસ્જિદ, ખાસ મહેલ સહિત અન્ય સ્મારકોનું નિરીક્ષણ કર્યું. ASIની ટીમને આગરા કિલ્લાના ખાસ મહેલમાં ભીનાશ જોવા મળી હતી. બેબી તાજ, ફતેહપુર સીકરી, રામબાગ મેમોરિયલને પણ વરસાદી પાણીના કારણે નુકસાન થયું છે. ASI ની ટીમે તેની તપાસ કરી હતી. ગત વર્ષે પણ મુખ્ય ગુંબજની છત લીક થઈ હતી. તેનું સમારકામ કરવામાં આવ્યું છે. મસ્જિદ અને ગેસ્ટ હાઉસના ગુંબજમાંથી પાણી ટપકતું હતું. તેઓ વોટરપ્રૂફ બનવા માટે રચાયેલ છે.

1652 માં પહેલીવાર લીક થયો મુખ્ય ગુંબજ : પ્રેમના પ્રતિક અને વિશ્વની સાતમી અજાયબી તાજમહેલનો મુખ્ય ગુંબજ લીક થવાની અને પાણી ટપકવાની ઘણી વાર્તાઓ છે. વર્ષ 1652 માં પ્રથમ વખત મુખ્ય ગુંબજમાં પાણી લીકેજ થયું હતું. મુઘલ બાદશાહ શાહજહાંના રાજકુમાર ઔરંગઝેબે ડિસેમ્બર 1652 માં તાજમહેલની મુલાકાત લીધા બાદ શાહજહાંને એક પત્ર લખીને અહેવાલ આપ્યો હતો. ઔરંગઝેબે પોતાના રિપોર્ટમાં લખ્યું હતું કે, વરસાદ દરમિયાન મુખ્ય મકબરાના ગુંબજની ઉત્તર બાજુએ બે જગ્યાએથી પાણી ટપકતું હતું. તાજમહેલના ચાર કમાનવાળા દરવાજા, બીજા માળની ગેલેરી, ચાર નાના ગુંબજ, ચાર ઉત્તરીય વરંડા અને સાત કમાનવાળા ભૂગર્ભ ચેમ્બર પણ ભીના થઈ ગયા છે.

બ્રિટિશ શાસન દરમિયાન સમારકામ : બ્રિટિશ શાસન દરમિયાન 1872 માં એક્ઝિક્યુટિવ એન્જિનિયર જે.ડબ્લ્યૂ. એલેક્ઝાન્ડરની દેખરેખ હેઠળ તાજમહેલમાં સમારકામ કરવામાં આવ્યું હતું. જેમાં પાણીના લીકેજના પ્રશ્નો પણ ઉકેલાયા હતા. આ પછી 1924 માં બાગ ખાન-એ-આલમની દીવાલ ધરાશાયી થઈ અને 7 ઑક્ટોબર 1924 ના રોજ આ દિવાલનું સમારકામ કરવામાં આવ્યું હતું. 1928 માં તાજમહેલની શાહી મસ્જિદ લીક થઈ, તેનું સમારકામ કરવામાં આવ્યું હતું. 1941 માં મુખ્ય ગુંબજ પર લીકેજ રોકવાનું કામ કરવામાં આવ્યું હતું. આ પછી 1978ના પૂરમાં તાજના અંડરગ્રાઉન્ડ કક્ષોને નુકસાન થયું હતું. ત્યારબાદ તાજમહેલના ગુંબજની સાથે ભૂગર્ભ કક્ષોનું સમારકામ કરવામાં આવ્યું.

સાલ લાકડાને મળ્યું જીવન : તાજમહેલના પાયામાં કુવાઓ છે. આ કુવાઓ સાલના લાકડાથી ભરેલા છે. સાલ લાકડા માટે ભેજ ખૂબ જ મહત્વપૂર્ણ છે. વરસાદના કારણે તાજમહેલ પાસે યમુના વહેતી થઈ છે. જેના કારણે તાજમહેલના પાયામાં લગાવવામાં આવેલા સાલના લાકડામાં પુષ્કળ ભેજ મળી રહ્યો છે. આનાથી પાયો મજબૂત થયો છે.

ત્રણ દિવસમાં સૌથી વધુ વરસાદ : આગ્રાની વાત કરીએ તો સપ્ટેમ્બર મહિનામાં વરસાદનો નવો રેકોર્ડ બન્યો છે. વર્ષ 2021 બાદ આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં આગ્રામાં ભારે વરસાદ થયો હતો. આ મહિનામાં 365.4 mm વરસાદ નોંધાયો છે. જેમાં આગ્રામાં ત્રણ દિવસમાં 222 mm વરસાદ નોંધાયો છે. જિલ્લામાં ચાલુ સિઝનમાં 1035.25 mm વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગ્રામાં મંગળવારે 13 mm, બુધવારે 150 mm અને ગુરુવારે 58 mm વરસાદ નોંધાયો હતો.

વર્ષ-દર વર્ષે વધ્યો વરસાદ : વર્ષ 2021માં 822.9 mm વરસાદ થયો હતો. તેવી જ રીતે વર્ષ 2022માં 1035.53 mm, 2023માં 591.93 mm અને 2024માં 1035.25 mm વરસાદ નોંધાયો હતો. તેવી જ રીતે વર્ષ 2021માં સપ્ટેમ્બર મહિનામાં 96.4 mm વરસાદ નોંધાયો હતો. તેવી જ રીતે 2022માં 194.95 mm, 2023માં 88.70 mm અને 2024માં 353.5 mm વરસાદ નોંધાયો હતો.

સપ્ટેમ્બરનો કુલ વરસાદ : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર બિચપુરીના ડેટા મુજબ 03 સપ્ટેમ્બરે 53.0 mm વરસાદ થયો હતો. આ શ્રેણીમાં 08 સપ્ટેમ્બરે 21.0 mm, 10 સપ્ટેમ્બરે 30.75 mm, 11 સપ્ટેમ્બરે 38.75 mm, 12 સપ્ટેમ્બરે 201.00 mm અને 13 સપ્ટેમ્બરે 09.00 mm વરસાદ નોંધાયો હતો. આ મહિનામાં અત્યાર સુધીમાં કુલ 353.5 mm વરસાદ થયો છે.

  1. ઉત્તરાખંડમાં મોટી દુર્ઘટના, રૂદ્રપ્રયાગ અને ગૌરીકુંડમાં ભૂસ્ખલનમાં 5નાં મોત
  2. 'શાહજહાંએ તાજમહેલ બનાવ્યો નથી', પુસ્તકોમાંથી દૂર કરવા હાઈકોર્ટમાં પિટિશન

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.