નવી દિલ્હી : આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ પર શુક્રવારના રોજ સાંજે કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો. AAP નો આરોપ છે કે, પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિકાસપુરી વિસ્તારમાં પદયાત્રા પર હતા, ત્યારે ભાજપના યુવા કાર્યકરોએ તેમના પર કથિત રીતે હુમલો કર્યો હતો. બાદમાં પોલીસે મામલો થાળે પાડ્યો હતો.
કેજરીવાલ પર હુમલો : અરવિંદ કેજરીવાલ દરરોજની જેમ શુક્રવારના રોજ વિકાસપુરી વિધાનસભામાં પગપાળા ચાલીને દિલ્હીના લોકોને મળવા ગયા હતા. આમ આદમી પાર્ટીનો આરોપ છે કે, તેઓ લોકોને મળી રહ્યા હતા ત્યારે અચાનક ભીડમાંથી એક વ્યક્તિએ કેજરીવાલ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમની સાથે રહેલા કાર્યકરોએ તેમને તરત જ પાછળ ધકેલી દીધા અને હુમલાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો. પાર્ટીએ આ ઘટના પર સખત નારાજગી અને ચિંતા વ્યક્ત કરી છે.
The man who attacked Arvind Kejriwal today is a BJP goon. #KejriwalAttackedByBJP pic.twitter.com/mgrBdXpp5l
— AAP (@AamAadmiParty) October 25, 2024
આપ-ભાજપના કાર્યકરો આમને સામને : આ દરમિયાન વિરોધીઓએ 'કેજરીવાલ મુર્દાબાદ' ના નારા લગાવતા કાળા ઝંડા બતાવ્યા હતા. જેના કારણે અરાજકતાનો માહોલ સર્જાયો છે. આ પછી પોલીસે યુવકોને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ દરમિયાન આમ આદમી પાર્ટીના કાર્યકરો અને ભાજપના કાર્યકરો વચ્ચે મારામારી થઈ હતી. સાથે જ કાળો ઝંડો દેખાડનાર યુવાનોને માર મારવામાં આવ્યો અને તેમના કપડા પણ ફાડી નાખવામાં આવ્યા હતા.
#WATCH | Delhi CM Atishi says, " ...today during the padyatra, some bjp workers raised slogans against arvind kejriwal and attacked him. anything could have happened to him in this attack. if they had weapons, arvind kejriwal could have also lost his life. this attack has clearly… pic.twitter.com/oVDbf72W6l
— ANI (@ANI) October 25, 2024
CM આતિશીએ કર્યો દાવો : આ ઘટના અંગે CM આતિશીએ પ્રેસ કોન્ફરન્સ યોજી કહ્યું કે, "ભાજપ જાણે છે કે તેઓ ચૂંટણીમાં કેજરીવાલને હરાવી શકતા નથી, તેથી તેઓ તેને મારવા માંગે છે. પહેલા ભાજપે અરવિંદ કેજરીવાલની દવા બંધ કરી દીધી જેથી તેઓ મૃત્યુ પામે."
VIDEO | " arvind kejriwal, former delhi cm and aap national convenor, was conducting a padyatra in vikaspuri when he was attacked by bjp's men. earlier, ed and cbi were used to jail arvind kejriwal, and he was not given insulin in an effort to kill him. and now when he is… pic.twitter.com/KRdLGcIhTx
— Press Trust of India (@PTI_News) October 25, 2024
AAP દ્વારા ભાજપ પર આરોપ : આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે જ્યારે અરવિંદ કેજરીવાલ પદયાત્રા પર હતા, ત્યારે કેટલાક લોકોએ તેમના પર હુમલો કર્યો હતો. પરંતુ પોલીસે આ વાતને નકારી કાઢી છે. જોકે, એ વાત સામે આવી રહી છે કે કેજરીવાલને કાળો ઝંડો દેખાડનાર યુવકની ઓળખ કરીને તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.
पिछले 10 सालों से बीजेपी अरविंद केजरीवाल को ख़त्म करने की कोशिश कर रही है।
— AAP (@AamAadmiParty) October 25, 2024
उन्होंने ED और CBI का भी इस्तेमाल किया, लेकिन लोगों के दिलों से केजरीवाल जी को निकालने में सफल नहीं हुए। इसीलिए आज पदयात्रा के दौरान उन पर हमला किया गया।
कभी सोचा नहीं था कि बीजेपी इतनी घटिया और गिरी… pic.twitter.com/jj3coE4M5f
મનીષ સિસોદિયાનો આક્ષેપ : દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું કે, સ્પષ્ટ છે કે ભાજપે તેના ગુંડાઓ દ્વારા આ હુમલો કરાવ્યો છે. ભાજપે તેમને જેલમાં મારી નાખવાની કોશિશ કરી છે. જો અરવિંદ કેજરીવાલને કંઈ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી ભાજપ લેશે. પરંતુ ગમે તે થાય, અમે ડરવાના નથી અને આમ આદમી પાર્ટી તેના મિશનને વળગી રહેશે.
सारे हथकंडे नाकाम होने के बाद क्या अब BJP के इशारे पर अरविंद केजरीवाल जी पर हमले करवाये जा रहे हैं? राजनीति का स्तर इतना भी नहीं गिरना चाहिए। अगर केजरीवाल जी को कुछ भी होता है तो उसका ज़िम्मेदार कौन होगा?
— Raghav Chadha (@raghav_chadha) October 25, 2024
इतने वर्षों में केजरीवाल जी ने पैसा नहीं, लोगों की दुआएँ कमाई हैं। पूरे… https://t.co/NvarSFN5VI
ભાજપનો AAP પર પલટવાર :
દિલ્હી ભાજપના અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવા અને સાંસદ કમલજીત સેહરાવતે કહ્યું કે, છતરપુર મહેરૌલીથી વિકાસપુરી મટિયાલા, નાંગલોઈ મુંડકાથી સંગમ વિહાર દેવલી અને આદર્શ નગરથી સીલમપુર શાહદરા સુધી દરેક જગ્યાએ અરવિંદ કેજરીવાલ અને તેમના ધારાસભ્યો એન્ટી ઈકમ્બેસીથી ઘેરાયેલા છે. કેજરીવાલ પર કોઈ હુમલો થયો નથી, તે જનવિરોધ છે જે ચૂંટણી પ્રચારની શરૂઆતથી ધીમે ધીમે વધી રહ્યો છે.
VIDEO | " if public is asking arvind kejriwal questions, then what problem does he have? today, people just asked arvind kejriwal questions over polluted water. if people are asking him questions, then he is calling it a bjp-sponsored attack," says delhi bjp president virendra… pic.twitter.com/eCfMXlrHuG
— Press Trust of India (@PTI_News) October 25, 2024
સાંસદ કમલજીત સેહરાવતે કહ્યું કે, જ્યાં કેજરીવાલ આજે આવ્યા હતા તે વિકાસપુરીના AAP ધારાસભ્ય વોટર માફિયા તરીકે પ્રખ્યાત છે. કેજરીવાલે આ જાહેર વિરોધને સમજવો પડશે. જનતા હવે તેમના અને તેમના ધારાસભ્યોથી કંટાળી ગઈ છે અને તેમણે પોતે ચૂંટણી લડવી જોઈએ નહીં.