પંચકુલાઃ દિલ્હીના સીએમ અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલ આજે હરિયાણાના પંચકુલાની મુલાકાતે છે. પંચકુલામાં, સુનિતા કેજરીવાલે હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા હરિયાણાના લોકો માટે આમ આદમી પાર્ટીની પાંચ ગેરંટી (5G) આપી છે. પંચકુલામાં અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલની સાથે પંજાબના સીએમ ભગવંત માન, હરિયાણા AAP પ્રદેશ અધ્યક્ષ સુશીલ ગુપ્તા, સાંસદ સંજય સિંહ અને AAP રાજ્યના વરિષ્ઠ ઉપાધ્યક્ષ અનુરાગ ધંડા પણ હાજર હતા.
- મફત અને 24 કલાક વીજળી: આમ આદમી પાર્ટીની પ્રથમ ગેરંટી મફત અને 24 કલાક વીજળી છે. પાર્ટીએ કહ્યું કે, દિલ્હી અને પંજાબની જેમ હરિયાણામાં પણ તમામ બાકી ઘરેલું બિલ માફ કરવામાં આવશે. પાવર કાપ અટકશે. દિલ્હી અને પંજાબની જેમ હરિયાણામાં પણ ઘરોમાં 24 કલાક વીજળી આપવામાં આવશે.
- બધા માટે સારી અને મફત સારવાર: આમ આદમી પાર્ટીએ કહ્યું છે કે, દિલ્હી અને પંજાબની જેમ હરિયાણાના શહેરોના દરેક ગામ અને દરેક વિસ્તારમાં મોહલ્લા ક્લિનિક્સ ખોલવામાં આવશે. તમામ સરકારી હોસ્પિટલોને નવજીવન આપવામાં આવશે અને નવી સરકારી હોસ્પિટલો પણ બનાવવામાં આવશે. નાની-મોટી બીમારી હોય, હરિયાણાના દરેક રહેવાસીની મફતમાં સારવાર કરવામાં આવશે. ટેસ્ટથી લઈને ઓપરેશન અને ટ્રીટમેન્ટ ફ્રીમાં કરવામાં આવશે. ઉપરાંત દવાઓ પણ વિનામૂલ્યે આપવામાં આવશે. તેનાથી લોકોના પૈસાની બચત થશે અને મોંઘવારીમાંથી ઘણી રાહત મળશે.
- સારું, ઉત્તમ અને મફત શિક્ષણઃ દિલ્હી અને પંજાબની જેમ હરિયાણામાં પણ શિક્ષણ માફિયાનો ખાત્મો થશે. અમે સરકારી શાળાઓને એટલી સારી બનાવીશું કે લોકો તેમના બાળકોને ખાનગી શાળામાંથી કાઢીને સરકારી શાળામાં દાખલ કરશે. ખાનગી શાળાઓમાં ગુંડાગીરી પણ બંધ કરીશું. ખાનગી શાળાઓને ગેરકાયદેસર ફી વધારો કરતા અટકાવવામાં આવશે.
- માતાઓ અને બહેનોને દર મહિને હજાર રૂપિયાઃ હરિયાણામાં તમામ માતાઓ અને બહેનોને દર મહિને 1,000 રૂપિયા આપવામાં આવશે. મહિલાઓને કોઈના પર નિર્ભર રહેવાની જરૂર નહીં પડે.
- દરેક યુવાનોને રોજગાર: દરેક બેરોજગાર યુવાનો માટે રોજગારની વ્યવસ્થા કરવામાં આવશે. પંજાબમાં માત્ર 2 વર્ષમાં 45,000 સરકારી નોકરીઓ અને 3 લાખથી વધુ લોકો માટે ખાનગી રોજગારની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે દિલ્હીમાં 2.5 લાખ સરકારી નોકરીઓ અને 12 લાખથી વધુ લોકો માટે ખાનગી રોજગારની વ્યવસ્થા કરવામાં આવી છે.
હરિયાણાના લાલને જેલમાં ધકેલી દેવાયાઃ સુનિતા કેજરીવાલે બોલતા કહ્યું કે મોદીએ કેજરીવાલને જેલમાં નથી નાખ્યા, તેમણે હરિયાણાના લાલને જેલમાં નાખ્યા છે. મોદી કહે છે કે અરવિંદ કેજરીવાલ ચોર છે. જો અરવિંદ કેજરીવાલ ચોર હોય તો આ દુનિયામાં કોઈ ઈમાનદાર ન હોઈ શકે.
सीएम @ArvindKejriwal जी की धर्मपत्नी @KejriwalSunita जी ने हरियाणावासियों को दी 'केजरीवाल की गारंटी' 👇 #KejriwalKi5Guarantee pic.twitter.com/8wNj7KkyWZ
— AAP Haryana (@AAPHaryana) July 20, 2024
मोदी जी ने केजरीवाल को जेल में नहीं डाला, उन्होंने हरियाणा के लाल को जेल में डाला है।
— AAP Haryana (@AAPHaryana) July 20, 2024
मोदी जी कहते हैं कि अरविंद केजरीवाल जी चोर हैं अगर अरविंद केजरीवाल चोर है तो इस दुनिया में कोई ईमानदार नहीं हो सकता।@KejriwalSunita#KejriwalKi5Guarantee pic.twitter.com/7jRCEzmPdJ