ETV Bharat / bharat

Crouching Tigers, Hidden Elephants Are Out: માનવી અને વન્ય પ્રાણીઓ વચ્ચેની સંઘર્ષ ગાથા

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 9, 2024, 3:26 PM IST

માનવ અને વન્ય પ્રાણીઓ વચ્ચે સંઘર્ષ વધી રહ્યા છે. જેના મુખ્ય કારણોમાં વસ્તી વધારો, જમીનની અછત, જંગલનું નિકંદન વગેરે કારણો સમાવિષ્ટ છે. આ કારણોમાં આહાર શૃંખલામાં સર્જાયેલ વિઘ્નને પણ સામેલ કરી શકાય છે. આહાર શૃંખલામાં વિઘ્નને પરિણામે વાઘ, હાથી ચિત્તા જેવા વન્ય પ્રાણીઓ માનવ વસાહતમાં ભેલાણ કરે છે. વાંચો માનવી અને વન્ય પ્રાણીઓના સંઘર્ષ વિશે વિસ્તારપૂર્વક. A Tale of Man Animal Conflicts

માનવી અને વન્ય પ્રાણીઓ વચ્ચેની સંઘર્ષ ગાથા

હૈદરાબાદઃ રાજસ્થાન, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળ સહિત દેશભરના રાજ્યોમાં નાગરિકોની સંખ્યા વધી રહી છે. આ રાજ્યોમાં અવાર નવાર માનવ અને વન્ય પ્રાણીઓ વચ્ચે સંઘર્ષના કિસ્સા વધી રહ્યા છે. આ સંઘર્ષના કિસ્સામાં વાઘ, હાથી અને દીપડાના હુમલાઓ સમાવિષ્ટ છે. આ સંઘર્ષમાં માનવી અને ક્યારેક વન્ય જીવોએ પણ જીવ ગુમાવ્યા છે.

માનવ અને વન્ય પ્રાણીઓ વચ્ચે સંઘર્ષ કેમ?: માનવ અને વન્ય પ્રાણી વચ્ચે સંઘર્ષના કિસ્સા સામાન્ય રીતે બંનેની જરુરિયાતોના અતિક્રમણને લીધે થાય છે. બંને પક્ષેથી થતા અતિક્રમણને લીધે માનવી અને વન્ય પ્રાણીઓને નુકસાન પહોંચે છે. માનવોની જરુરિયાતોને સંતોષવાને લીધે વન્ય પ્રાણીઓના નિવાસસ્થાન પર ભેલાણ થઈ રહ્યું છે. તેથી વન્ય પ્રાણીઓ માનવ વસાહતમાં ભેણાલ કરી રહ્યા છે.

માનવ-ચિત્તા સંઘર્ષ
માનવ-ચિત્તા સંઘર્ષ

મુખ્ય 3 પ્રકારના સંઘર્ષઃ માનવ અને વન્ય પ્રાણીઓ વધતા જતા સંઘર્ષને 3 વિભાગમાં વહેંચી શકાય છે. જેમકે માનવ-વાઘ સંઘર્ષ, માનવ-ચિત્તા સંઘર્ષ અને માનવ-હાથી સંઘર્ષ. માનવ-પ્રાણી સંઘર્ષના કિસ્સા વધતા જાય છે અને સામાન્ય બની રહ્યા છે. આ પ્રકારના વધતા જતા કિસ્સાઓને લીધે ફોરેસ્ટ ઓફિસર્સે ઓન ટો ડ્યૂટી કરવી પડી રહી છે. સમગ્ર દેશમાં વધતા જતા આ કિસ્સાઓના નિયંત્રણ માટે નીતિ વિષયક ફેરફારો પણ આવશ્યક છે.

માનવ-વાઘ સંઘર્ષઃ પશ્ચિમ બંગાળના સુંદરવન પંથકમાં માનવ-વાઘ સંઘર્ષ વધુ જોવા મળે છે. આ વિસ્તારમાં વિશ્વનું સૌથી મોટું મેન્ગ્રૂવનું ટાપુ જંગલ આવેલ છે. જેમાં 500થી વધુ વાઘ નિવાસ કરે છે. આ વિસ્તારમાં માનવ-વાઘ સંઘર્ષ એક સામાન્ય બાબત છે. આ પ્રકારના સંઘર્ષમાં 50થી 100 માનવીના મૃત્યુ થાય છે.

માનવ-હાથી સંઘર્ષ
માનવ-હાથી સંઘર્ષ

માનવ-હાથીના સંઘર્ષઃ માનવ અને વન્ય પ્રાણીના સંઘર્ષના આ પ્રકારમાં સામાન્ય રીતે વાર્ષિક 400 લોકોના જીવ હાથી લે છે. આ મૃતકો સામાન્ય રીતે સમાજીક અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોનો સમાવેશ થાય છે.

માનવ-ચિત્તા સંઘર્ષઃ માનવ-વાઘ સંઘર્ષ, માનવ-હાથી સંઘર્ષ અને ત્યારબાદ માનવ-ચિત્તા સંઘર્ષની વાત કરવામાં આવે તો આ પ્રકારનો સંઘર્ષ પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને આસામમાં વધુ જોવા મળે છે. ચિત્તાઓ દરેક માંસાહારી પ્રાણીઓ કરતા સૌથી વધુ સંખ્યામાં માનવોનો શિકાર કરે છે અને જીવ લે છે. ઉત્તરાખંડનો કોર્બેટ નેશનલ પાર્ક માનવભક્ષી ચિત્તો માટે પ્રખ્યાત છે. માનવીઓ પર વારંવાર માનવભક્ષી ચિત્તાઓ હુમલા કરે છે.

પહાડી વિસ્તારમાં શું છે સ્થિતિ?: છેલ્લા 3 વર્ષમાં ઉત્તરાખંડમાં 219 જેટલા માનવ મૃત્યુ અને 1003 માનવ ઈજાના કિસ્સા માનવ-વન્ય પ્રાણી સંઘર્ષમાં નોંધાયા છે. 2021માં રાજ્યમાં 71 માનવ મૃત્યુ થયા હતા. ત્યાર પછીના વર્ષમાં આ સંખ્યા વધીને 82 થઈ ગઈ. જોકે 2023માં સંખ્યામાં ઘટાડો થયો અને કુલ 66 લોકોના મોત થયા હતા.

માનવ-વાઘ સંઘર્ષ
માનવ-વાઘ સંઘર્ષ

રાજ્યમાં 2021માં 23 માનવ મૃત્યુ થયા હતા, ત્યારબાદ 2022 અને 2023માં અનુક્રમે 22 અને 18 મૃત્યુ થયા હતા. રાજ્યમાં 2021માં હાથીઓના હુમલાને કારણે 13 માનવ મૃત્યુના કિસ્સા નોંધાવામાં આવ્યા હતા. વર્ષ 2022માં 9 લોકો, તે પછીના વર્ષે વધુ 5 લોકોએ જીવ ગુમાવ્યા હતા. જો કે, રાજ્યમાં દીપડાના હુમલામાં વધુ મૃત્યુ થયા હતા. જેમાં 2021માં 23 લોકોના મોત થયા હતા. પછીના બે વર્ષમાં 22 અને 18 લોકોના મોત નોંધાયા હતા.

રાજ્ય વાઘના હુમલામાં મૃત્યુના કેસોની સંખ્યા ઓછી છે. વર્ષ 2021માં 2 થી લગભગ 10 ગણી વધીને 2023માં 17 થઈ ગઈ. વર્ષ 2022માં રાજ્યમાં વાઘના હુમલામાં 16 લોકોના મોત થયા.

પશ્ચિમ બંગાળમાં પણ અવાર નવાર માનવ અને વન્ય જીવ સંઘર્ષ જોવા મળે છે. ઘણીવાર માનવ-પ્રાણી સંઘર્ષનો ભોગ બને છે. રાજ્યના ઉત્તરી અને પશ્ચિમ ભાગોમાં હાથીઓના કોરિડોરમાંથી પસાર થતા વિસ્તારોમાં આવી ઘટનાઓને સામાન્ય ગણવામાં આવે છે.

હાથીઓના હુમલાથી દર વર્ષે 50થી વધુના મૃત્યુઃ 2008માં લગભગ 450 હાથીઓનો વસવાટ નોંધાયો હતો. 2010માં આ આંકડો વધીને 530 થઈ ગયો. 2014માં આ સંખ્યા 640 પર પહોંચી ગઈ હતી. ઉત્તર બંગાળમાં હાથીઓનો હાલનો આંકડો 700ની આસપાસ છે. વન્ય અધિકારીઓની મુખ્ય સમસ્યા એ છે કે જંગલ વિસ્તાર કરતાં હાથીઓની સંખ્યા ઘણી વધારે છે. વન વિભાગના ઉપલબ્ધ આંકડા મુજબ હાથીઓના હુમલાથી દર વર્ષે સરેરાશ 35થી 50 લોકો મૃત્યુ પામે છે.

જંગલ મહેલ અને એલીફન્ટ કોરિડોરઃ બંગાળના જંગલ મહેલ વિસ્તારમાં ઝારગ્રામ, બાંકુરા, પુરુલિયા અને પશ્ચિમ મેદિનીપુર જિલ્લાઓનો સમાવેશ થાય છે. તેમાં પણ વારંવાર હાથીઓના હુમલા જોવા મળે છે. પડોશી ઝારખંડ રાજ્ય સુધી વિસ્તરેલા એલીફન્ટ કોરિડોરને કારણે આ વિસ્તાર હાથીઓના પ્રવેશને કારણે અત્યંત સંવેદનશીલ ગણાય છે. ઝારગ્રામ ડીએફઓ પંકજ સૂર્યવંશીએ ETV ભારતને જણાવ્યું હતું કે, 1 એપ્રિલ 2023થી જંગલી હાથીઓને લીધે આ વર્ષ સુધીમાં કુલ 17 માનવીઓએ જીવ ખોયા છે.

સુંદરવનની સ્થિતિઃ વિશ્વનો સૌથી મોટો ડેલ્ટા ઝોન એટલે સુંદરવન જંગલ. રોયલ બંગાલ વાઘ માટે આ વિસ્તાર અત્યંત પ્રચલિત છે. ઘટતા જંગલો, વારંવાર આવતા ચક્રવાતો, પ્રચંડ ધોવાણ અને માનવ વસવાટનો બિન આયોજિત ફેલાવો પહેલેથી જ સુંદરવનની નાજુક ઈકોસિસ્ટમ માટે મોટો ખતરો બની ગયો છે. આ વિસ્તારના લોકો નિયમિતપણે મધ એકત્ર કરવા માટે મુખ્ય જંગલ વિસ્તારમાં ઊંડા ભાગ સુધી જાય છે. જેમાં માનવી અને વાઘ સંઘર્ષના કિસ્સા બને છે. સંદરવનમાં ડેલ્ટા પ્રદેશની નદીઓ અને નહેરોમાં પણ માનવીઓ માછીમારી અને કરચલા પકડવા માટે જાય છે. આ માનવીઓની હાજરી અત્યંત ચપળ એવા પશ્ચિમ બંગાળના વાઘને ડેલ્ટા પ્રદેશ સુધી ખેંચી લાવે છે. વન અધિકારીઓના જણાવ્યા અનુસાર સુંદરવનમાં વાઘના સીધા સંપર્કમાં આવ્યા બાદ છેલ્લા પાંચ વર્ષમાં 13 લોકોના મૃત્યુ થયા છે.

  1. Porbandar News: ટુકડા ગામે આતંક મચાવનાગર દીપડો અંતે પાંજરે પુરાયો
  2. Man-Eater Tiger : હે રામ ! પત્નીની નજર સામે પતિના મૃતદેહને વાઘ ચૂંથતો રહ્યો, ઉત્તરપ્રદેશનો જીવ હચમચાવી દેતો કિસ્સો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.