નવી દિલ્હીઃ છેલ્લા 17 દિવસમાં મોદી સરકારે 5 ભારત રત્ન એવોર્ડની જાહેરાત કરી છે. જેમાં કર્પૂરી ઠાકુર, લાલ કૃષ્ણ અડવાણી, ચરણ સિંહ, પી.વી. નરસિમ્હા રાવ અને એમએસ સ્વામીનાથનનો સમાવેશ થાય છે. બિહારના કર્પૂરી ઠાકુર, ચરણ સિંહ પશ્ચિમી ઉત્તર પ્રદેશથી બિલોન્ગ કરે છે. જ્યારે પી.વી. નરસિમ્હા રાવ તેલંગાણાના અને એમ. એસ. સ્વામીનાથન તમિલનાડુથી બિલોન્ગ કરે છે. ચૂંટણીના વર્ષમાં 5 મહાનુભાવોને ભારત રત્ન આપવાની જાહેરાતનો અર્થ શું હોઈ શકે છે? શું આના દ્વારા રાજકીય સંદેશ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે ?
બિહારમાં થોડા દિવસ પહેલા જ સત્તા પરિવર્તન થયું છે. આરજેડી અને જેડીયુનું ગઠબંધન તૂટી ગયું. જેડીયુ અને ભાજપે ફરી ગઠબંધન કરીને પોતાની સરકાર બનાવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નવા ગઠબંધનને લોકસભા ચૂંટણીમાં ફાયદો મળી શકે છે. જો કે અત્યંત પછાત વર્ગ નીતિશ કુમારની સાથે છે. નીતિશ કુમાર કુર્મી જાતિના છે. ભાજપે સમ્રાટ ચૌધરીને નાયબ મુખ્ય પ્રધાન બનાવ્યા છે. તે કોરી જાતિ સાથે સંકળાયેલા છે. આ ઉપરાંત વિજય સિંહા નાયબ મુખ્ય પ્રધાન પણ બની ચૂક્યા છે અને તેઓ ઉચ્ચ જાતિના ભૂમિહાર વર્ગમાંથી આવે છે.
આ ત્રણેય જાતિઓને એનડીએની સમર્થક માનવામાં આવે છે. દલિતોના અગ્રણી નેતાઓ ચિરાગ પાસવાન અને જીતનરામ માંઝી પણ NDA સાથે છે. બીજી તરફ યાદવો અને મુસ્લિમોને આરજેડીના સમર્થક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે જો EBC એટલે કે એક્સ્ટ્રીમલી બેકવર્ડ ક્લાસ જે ગઠબંધનને સાથ આપશે તેની સરકાર બનશે. કર્પૂરી ઠાકુર આ સમુદાયના હતા. તેઓ બિહારના મુખ્ય પ્રધાન રહી ચૂક્યા છે. તેઓ ખૂબ જ પ્રામાણિક નેતા હતા. તેમણે પછાત વર્ગોને આગળ લાવવા માટે ઘણા કાર્યો કર્યા હતા. પીએમ મોદીએ તેમની 100મી જન્મજયંતિના એક દિવસ પહેલા જ તેમને ભારત રત્ન આપવાની જાહેરાત કરી હતી. આ નિર્ણય બાદ જ નીતીશ કુમાર NDAમાં જોડાયા. ઓબીસી સમુદાય કર્પૂરી ઠાકુરને પોતાની નેતા માને છે.
પૂર્વ વડા પ્રધાન ચૌધરી ચરણ સિંહ પશ્ચિમ ઉત્તર પ્રદેશમાંથી બિલોન્ગ કરે છે. તેઓ ખેડૂતોના મસીહા ગણાય છે. તેઓ જાટ અને ખેડૂતોમાં ખૂબ જ લોકપ્રિય હતા. જેવી સરકારે ચૌધરી ચરણ સિંહને ભારત રત્ન આપવાની જાહેરાત કરી, તેમના પૌત્ર જયંત ચૌધરીએ એક્સ હેન્ડલ પર પોસ્ટ કરીને ખુશી વ્યક્ત કરી હતી. ત્યારબાદ તેમની પાર્ટી પણ NDA સાથે જવા માટે સહમત થઈ ગઈ.
ઉલ્લેખનીય છે કે પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં લોકસભાની કુલ 27 બેઠકો છે. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે અહીં 19 બેઠકો જીતી હતી. 2014ની લોકસભા ચૂંટણી પહેલા 2013માં આ વિસ્તારોમાં રમખાણો ફેલાઈ ગયા હતા. ખેડૂતોના આંદોલનને કારણે ભાજપની લોકપ્રિયતામાં થોડો ઘટાડો થયો હોવા છતાં, ભાજપે સમયસર નવા કૃષિ કાયદા પાછા ખેંચી લીધા અને વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય નુકસાન વેઠવાથી પોતાને બચાવી લીધી.
ચરણ સિંહને ભારત રત્ન આપવાની જાહેરાત બાદ જાટ સમુદાય ભાજપ સાથે તરફી થઈ શકે છે. તેના ઉપર આરએલડીએ પણ ગઠબંધન પર તેની મંજૂરીની મહોર લગાવી દીધી છે. ભાજપ જયંત ચૌધરીની પાર્ટીને લોકસભામાં 2 સીટ આપી શકે છે અને રાજ્યસભાની 1 સીટ કોઈપણ એક નેતાને આપી શકે છે. પશ્ચિમી ઉત્તર પ્રદેશ સિવાય આ નિર્ણયનો સરકારી સંદેશ હરિયાણા, પંજાબ અને રાજસ્થાનને અનુલક્ષીને લેવાયો હોઈ શકે છે કારણ કે આ રાજ્યોમાં જાટ સમુદાયનો ઘણો પ્રભાવ છે.
અનુમાન છે કે પી. વી. નરસિમ્હા રાવને ભારત રત્ન આપવાથી તેલંગાણા અને આંધ્ર પ્રદેશમાં ભાજપને યોગ્ય પ્રતિસાદ મળી શકે છે. રાવ એક વિદ્વાન વ્યક્તિ હતા. તેઓ સંયુક્ત આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન પણ રહી ચૂક્યા હતા. તે પછી તેઓ કેન્દ્રમાં પ્રધાન બન્યા. ભાજપ તેલંગાણા અને આંધ્ર પ્રદેશ બંને રાજ્યોમાં પોતાનું સ્થાન મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે.
તેલંગાણામાં તેને રાજકીય સફળતા મળી શકે તેમ છે. આંધ્રપ્રદેશના બંને મુખ્ય રાજકીય પક્ષો TDP અને YSRCP સાથે ભાજપના સામાન્ય સંબંધો છે. જનસેના પાર્ટી ભાજપની સહયોગી પાર્ટી છે. તેલુગુ રાજ્યોમાં નરસિમ્હા રાવનું ખૂબ સન્માન કરવામાં આવે છે. તેમણે જે રીતે દેશને આર્થિક કટોકટીમાંથી ઉગાર્યો હતો તેનાથી સમગ્ર દેશને તેમના પર આફરિન હતો. 1992માં બાબરી મસ્જિદ ધ્વસ્ત થઈ ત્યાર તેઓ દેશના વડા પ્રધાન હતા. કેટલાક લોકોએ તેમને બાબરી ધ્વસ્ત રોકવા અંગે સવાલો પણ કર્યા હતા.
ભાજપ દક્ષિણના રાજ્યોમાં પોતાનો પ્રભાવ વધારવા માટે સતત પ્રયત્નશીલ છે. કદાચ આ જ કારણ છે કે વડા પ્રધાન મોદીએ સંસદમાં સેંગોલ પરંપરાને પુનર્જીવિત કરી. તેમણે કાશી-તમિલ સંગમનું આયોજન કર્યું. દક્ષિણની ઘણી મોટી હસ્તીઓને પણ પદ્મ એવોર્ડમાં સામેલ કરવામાં આવી છે. તેમણે કર્ણાટકમાં જેડીએસ સાથે ગઠબંધનની પણ જાહેરાત કરી છે. તમિલનાડુમાં ભાજપ અને AIADMKનું ગઠબંધન હતું. જોકે હવે આ ગઠબંધન તુટી ગયું છે.
કૃષિ વૈજ્ઞાનિક એમ.એસ. સ્વામીનાથનનો દક્ષિણ સાથે સંબંધ સર્વવિદિત છે. તેઓ મૂળ તમિલનાડુના હતા. કૃષિ ક્ષેત્રે તેમના પ્રદાનની સમગ્ર દેશ પ્રશંસા કરે છે. આની રાજકીય અસર કેટલી થશે તે અત્યારે કહેવું મુશ્કેલ છે, પરંતુ આખો દેશ જાણે છે કે સાઈઠના દાયકામાં જ્યારે દેશ ખાદ્ય પદાર્થોની કટોકટીનો સામનો કરી રહ્યો હતો ત્યારે એમ.એસ. સ્વામીનાથને ડાંગરની ઘણી જાતો વિકસાવી હતી. તેઓ હરિયાળી ક્રાંતિના પિતા હતા.
લાલ કૃષ્ણ અડવાણીની ભારત રત્ન માટે પસંદગી થઈ છે. જેમાં ભાજપે પોતાના કાર્યકરોને સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે. અડવાણી મોદીના રાજકીય ગુરુ હતા, તેમ છતાં તેઓને જે સન્માન મળવાનું હતું તે મળ્યું નથી. આ ઉપરાંત અડવાણી એ નેતા છે જેણે ભાજપને 2 બેઠકોથી 180 સુધી પહોંચાડી હતી. તેઓ રામમંદિર આંદોલનના સૌથી પ્રખર નેતા છે. તેમના એક અવાજનો પડઘો દેશભરમાં સંભળાયો. અડવાણી એ નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્ય પ્રધાન બનાવ્યા હતા. વાજપેયી જૂથના કેટલાક નેતાઓ ન હતા ઈચ્છતા હતા કે નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન બને. સંભવ છે કે મોદી સરકારના આ નિર્ણયથી આ પ્રકારની વિચારસરણી ધરાવતા કાર્યકરો શાંત થાય. અત્યારે મીડિયામાં હવા છે કે ભારત રત્નની જાહેરાતથી નરેન્દ્ર મોદીએ પક્ષ અને વિપક્ષને સંદેશો આપ્યો છે.