નવી દિલ્હી: આજે પ્રધાનમંત્રી જન-ધન યોજના (PMJDY) ના દસ વર્ષ પૂર્ણ થયા છે. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ આ મુદ્દે જણાવતા કહ્યું કે, આ યોજના એ નાણાકીય સમાવેશનું રાષ્ટ્રીય મિશન છે. તેનો ઉદ્દેશ્ય નાણાકીય સેવાઓ જેવી કે મૂળભૂત બચત અને થાપણ ખાતા, રેમિટન્સ, લોન, વીમો અને પેન્શનને પોસાય તેવી રીતે સુનિશ્ચિત કરવાનો છે. 2014 માં શરૂ કરાયેલી આ યોજનાએ 53.1 કરોડથી વધુ બેંક ખાતાઓ સફળતાપૂર્વક ખોલ્યા છે, જેમાં 2.3 લાખ કરોડ રૂપિયાથી વધુ જમા કરવામાં આવ્યા છે. અહીં નોંધનીય બાબત એ છે કે, લગભગ 30 કરોડ લાભાર્થીઓ મહિલાઓ છે, જે સમુદાયોના સશક્તિકરણ પર યોજનાની અસર દર્શાવે છે.
વડાપ્રધાન મોદીએ X (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટમાં કહ્યું કે, 'આજે આપણે એક મહત્વપૂર્ણ પ્રસંગની ઉજવણી કરી રહ્યા છીએ-#10YearsOfJanDhan.. જન ધન યોજના નાણાકીય સમાવેશને પ્રોત્સાહન આપવા અને કરોડો લોકોને, ખાસ કરીને મહિલાઓ, યુવાનો અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોને ગૌરવ અપાવવામાં સર્વોપરી રહી છે.'
Today, we mark a momentous occasion— #10YearsOfJanDhan. Congratulations to all the beneficiaries and compliments to all those who worked to make this scheme a success. Jan Dhan Yojana has been paramount in boosting financial inclusion and giving dignity to crores of people,… pic.twitter.com/VgC7wMcZE8
— Narendra Modi (@narendramodi) August 28, 2024
ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ આ યોજનાની પ્રશંસા કરી અને કહ્યું કે, 'આજે આપણે એક મહત્વપૂર્ણ પ્રસંગની ઉજવણી કરી રહ્યા છીએ. #10YearsOfJanDhan.. તમામ લાભાર્થીઓને અભિનંદન અને આ યોજનાને સફળ બનાવવા માટે કામ કરી રહેલા તમામ લોકોને અભિનંદન.'
Pradhan Mantri Jan Dhan Yojana #PMJDY National Mission for Financial Inclusion completes 10 years of successful implementation today.
— Ministry of Finance (@FinMinIndia) August 28, 2024
Read more in English ➡️ https://t.co/L3ERYZns3B
Read more in Hindi ➡️ https://t.co/joVQuT5rrN#10YearsOfJanDhan#FinancialInclusion pic.twitter.com/Rcf57MkH9s
આટલું જાણો જન ધન યોજના વિશે: 2014 માં, તત્કાલિન એનડીએ સરકારે કરોડો ભારતીયોને ઔપચારિક નાણાકીય વ્યવસ્થામાં લાવવા માટે આ યોજના શરૂ કરી હતી. પ્રધાન મંત્રી જન-ધન યોજના (PMJDY) એ ભારતીયો માટે ખૂબ મહત્વની યોજના સાબિત થઈ છે. આ યોજના હેઠળ, જેમની પાસે અન્ય કોઈ ખાતું નથી તેમના માટે બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ (BSBD) ખાતું કોઈપણ બેંક શાખા અથવા બિઝનેસ કોરોસ્પોન્ડન્ટ (બેંક મિત્ર) આઉટલેટમાં ખોલી શકાય છે.
જન ધન યોજનાના શું છે લાભો:
- જે વ્યક્તિ પાસે બેંક ખાતું નથી તેની માટે મૂળભૂત બચત બેંક ખાતું ખોલવામાં આવે છે.
- PMJDY ખાતાઓમાં લઘુત્તમ બેલેન્સ જાળવવાની કોઈ આવશ્યકતા નથી.
- PMJDY ખાતાઓમાં જમા રકમ પર વ્યાજ ઉપલબ્ધ છે.
- RuPay ડેબિટ કાર્ડ PMJDY ખાતાધારકને આપવામાં આવે છે.
- રૂ. 1 લાખનું અકસ્માત વીમા કવચ (28.8.2018 પછી ખોલવામાં આવેલા નવા PMJDY ખાતાઓ માટે રૂ. 2 લાખ સુધી વિસ્તૃત) રૂપે કાર્ડ જારી કરાયેલા PMJDY ખાતાધારકો માટે ઉપલબ્ધ છે.
- 10,000 રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટ (OD) સુવિધા પાત્ર ખાતા ધારકો માટે ઉપલબ્ધ છે.
- PMJDY ખાતાઓ ડાયરેક્ટ પ્રોફિટ ટ્રાન્સફર (DBT), પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY), પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY), અટલ પેન્શન યોજના (APY), માઇક્રો યુનિટ્સ ડેવલપમેન્ટ એન્ડ રિફાઇનાન્સ એજન્સી બેંક (MUDRA) યોજના માટે પાત્ર છે.
જન ધન યોજના અંતર્ગત ખાતું ખોલાવવા માટેની શું છે પાત્રતા:
- ખાતું ખોલાવનાર અરજદાર ભારતીય નાગરિક હોવો આવશ્યક છે.
- જો દસ વર્ષથી વધુ ઉંમરના સગીરો અરજી કરે છે, તો તેમને તેમના PMJDY એકાઉન્ટનું સંચાલન કરવા માટે તેમના કાનૂની વાલીઓની સહાયની જરૂર પડશે.
જન ધન યોજના અંતર્ગત ખાતું ખોલાવવા માટેની કયા જરૂરી દસ્તાવેજોની આવસથકતા છે:
- આધાર
- સરકારી ઓળખ પુરાવો (મતદાર કાર્ડ/પાન કાર્ડ/રેશન કાર્ડ)
- કાયમી સરનામાનો પુરાવો (પાસપોર્ટ/ડ્રાઇવિંગ લાયસન્સ/વીજળી બિલ/ટેલિફોન બિલ/પાણી બિલ)
- પાસપોર્ટ સાઇઝનો ફોટો
- PMJDY ખાતું ખોલવાનું ફોર્મ ભરેલું અને સહી કરેલું
- નિયમનકાર સાથે પરામર્શ કરીને કેન્દ્ર સરકાર દ્વારા સૂચિત કોઈપણ અન્ય દસ્તાવેજ
તો કેવી રીતે જનધન યોજના માટે કેવી રીતે અરજી કરવી?
- PMJDY ના સત્તાવાર પોર્ટલ પર જાઓ.
- ઈ-દસ્તાવેજ વિભાગની અંદર, તમને એકાઉન્ટ ખોલવાના ફોર્મ માટે લાઇવ લિંક્સ મળશે. અરજદારો તેને અંગ્રેજી અને હિન્દી બંને ભાષાઓમાં ઍક્સેસ કરી શકે છે. યોગ્ય ભાષા વિકલ્પ પર ક્લિક કરો.
- આનાથી ફોર્મ PDF ફોર્મેટમાં ખુલશે. તેને ડાઉનલોડ કરો અને પ્રિન્ટઆઉટ લો.
- બેંક શાખા, શહેર/ગામનું નામ, બ્લોક/જિલ્લો, આધાર નંબર, વ્યવસાય, વાર્ષિક આવક, કિસાન ક્રેડિટ કાર્ડ વિગતો અને અન્ય સહિત તમારા તમામ બેંક અને વ્યક્તિગત ડેટા સાથે મેન્યુઅલી ફોર્મ ભરો.
- એકવાર તમે તેને ભરી લો, પછી તમારી નજીકની બેંક શાખામાં જાઓ અને તેને જમા કરો.
- ફોર્મ સબમિટ કરતી વખતે, તમારે જન ધન યોજના માટે લાયકાત મેળવવા માટે તમારા મોબાઇલ નંબર અથવા ઇમેઇલ ID સાથે અમુક દસ્તાવેજો સબમિટ કરવા પડશે.