Youth Suicide in Navsari : પરિવારમાં આવેલી ઉથલપાથલથી હતાશ યુવાને ફાંસો ખાઈ આત્મહત્યા કરી
નવસારીના ધર્મીનનગરમાં સરદાર હાઇટ્સની પૂર્ણાં બિલ્ડિંગમાં રહેતાં યુવાને પરિવારમાં આવેલી ઉથલપાથલ અને અભ્યાસમાં એટીકેટીથી હતાશ થઈને પોતાના બેડરૂમમાં ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું (Youth Suicide in Navsari) હતું. પૂર્ણા બિલ્ડિંગમાં 7માં માળે રહેતા શ્રેયાન્સ મીનેશભાઈ પારેખ (24) ના પરિવારમાં થોડા સમયમાં જ અનેક ઉથલપાથલ થઈ હતી. શ્રેયાન્સના માતાપિતા વચ્ચે ખટરાગ થતા વાત છૂટાછેડા સુધી પહોંચી હતી. જ્યારે બહેને પણ પ્રેમલગ્ન કરી લીધા હતાં. આ બધાંથી શ્રેયાન્સ લાંબા સમયથી મૂંઝાઈ રહ્યો હતો. બીજી તરફ તેને BBAના અંતિમ વર્ષમાં એટીકેટી આવી હતી જે સોલ્વ કરવાની ચિંતા હતી. જેથી હતાશામાં સરી પડેલા શ્રેયાન્સે માતા વ્યસ્ત હતી ત્યારે બેડરૂમમાં પુરાઈને ફાંસો ખાઈ લીધો હતો. આ પૂર્વે શ્રેયાન્સે પોતાની બહેનને મેસેજ કર્યો હતો કે " મમ્મીને સાચવજો. " જ્યારે શ્રેયાન્સની માતાએ તેને ફાંસીએ લટકતો જોયો તો એમના હૈયાફાટ રૂદનથી આસપાસના લોકો દોડી આવ્યા હતાં. ઘટનાની જાણ થતાં પહોંચેલી ટાઉન પોલીસે મૃતદેહને પીએમ અર્થે નવસારી (Navsari Police)સિવિલ હોસ્પિટલમાં ખસેડી, અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
Last Updated : Feb 3, 2023, 8:17 PM IST