વડોદરામાં મહિલાઓએ ગેસ સિલિન્ડર સાથે ભાવ વધારાનો કર્યો વિરોધ - મોદી સરકાર
વડોદરાઃ સબસીડી વગરના ગેસ સિલિન્ડરના કરાયેલા ભાવ વધારાનો વડોદરા શહેરની મહિલાઓએ વિરોધ કર્યો હતો. તેમની સાથે કોંગ્રેસના મહિલા નેતાઓ પણ જોડાયા હતા. મહિલાઓએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ખાલી ગેસ સિલિન્ડર સાથે ધરણાં કરી કેન્દ્રની મોદી સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચારો કરી, કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.