પ્રાથમિક સર્વેમાં ઓછા આંકડા લખાયા, ખેડૂતોને રાતા પાણી રડાવવાનો વારો
સાબરકાંઠા સમગ્ર ઉત્તર ગુજરાતમાં ચાર દિવસ સુધી થયેલા વરસાદના પગલે મગફળીના પાક માટે કારમી થપાટ સમાન બન્યો છે. સાબરકાંઠાના ત્રણ તાલુકાઓમાં પ્રાથમિક (preliminary survey) તબક્કે થયેલા સર્વે અનુસાર દસ ટકાથી 25 ટકા જેટલું નુકસાન મગફળીના પાકમાં વહીવટી તંત્રના ધ્યાને આવ્યું છે. જોકે મગફળીમાં ચોક્કસ કેટલું નુકસાન છે એ તો સંપૂર્ણ સર્વે બાદ જ જાણી શકાશે પરંતુ પ્રાથમિક સર્વેમાં (preliminary survey) 10 ટકા થી 25 ટકા જેટલું નુકસાન થવાના પગલે ખેડૂતો માટે આ વરસાદ રાતા પાણી રડાવવા સમાન થયો છે.