ગ્લોબલ વોર્મિંગની સમસ્યાને ધ્યાનમાં રાખી ગાયત્રી પરિવારની બહેનોએ કર્યો નવતર પ્રયોગ - planting
પાટણઃ હાલમાં સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગની સમસ્યાને લઈને ભારે ચિંતિત છે. ગ્લોબલ વોર્મિંગના કારણે પશુ પક્ષીઓની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. સાથે જ પર્યાવરણ ઉપર પણ તેની અસર વર્તાઈ રહી છે ત્યારે, પાટણમાં ગાયત્રી પરિવાર દ્વારા અનોખી પહેલ શરુ કરવામાં આવી છે. ગાયત્રી પરિવારની બહેનો દ્વારા છોડ ઉછેર માટેની નવી પદ્ધતિ અપનાવી છે. જેમાં મહિલાઓ માટી તેમજ ગાયનું ગોબર અને વિવિધ વ્રુક્ષના બીજનો ગોળો બનાવી છોડ ઉછેર માટેનો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. આશરે 75થી વધુ મહિલાઓ આ કામગીરીમાં જોડાઈ છે અને એક લાખ જેટલા બીજ બોમ્બ બનાવી ખુલ્લી જગ્યાઓ જેવી કે, બાગ બગીચાઓ તેમજ નદીઓ નજીક મૂકી છોડ તૈયાર કરશે.