ખેડાના શેરી ગામ નજીક અકસ્માત સર્જાયો, કાર પલટી જતા 3ના મોત - Accident near Sheri village in Mahudha taluka
ખેડાઃ શનિવારના રોજ મહુધા તાલુકાના શેરી ગામ પાસે રોડ પરથી પસાર થઈ રહેલી એક કારનું અચાનક ટાયર ફાટતા કાર ઝાડ સાથે અથડાઈને પલટી ગઈ હતી. જેમાં કારમાં સવાર ત્રણ વ્યક્તિના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા. કાર પલટી ખાવાની ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટના સ્થળે પહોંચ્યા હતા. ગ્રામજનોની મદદથી મૃતદેહને કારમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે અલિણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા હતા. મૃતક ત્રણે શેરી ગામના એક જ પરિવારના વ્યક્તિ હતા. જેમાં સુરજભાઈ રમણભાઈ ચૌહાણ તેમની પત્નિ જયશ્રીબેન અને ભત્રીજી પાયલ મનુભાઈ ચૌહાણ સાથે કારમાં સવાર હતા. જેઓ અલિણા તરફથી પરત શેરી ગામ આવી રહ્યા હતા, ત્યારે શેરી ગામની નજીક આ ઘટના બની હતી.
Last Updated : Jun 27, 2020, 7:39 PM IST