સાંસદ રમેશ ધડુકની ગ્રાન્ટમાંથી પોરબંદર બેઠકના વિસ્તારમાં સાત એમ્બ્યુલન્સની ફાળવણી કરાઈ - Porbandar Samachar
પોરબંદર: વિશ્વ ભરમાં કોરોનાની મહામારી ફેલાઈ છે અને ગુજરાતમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. પોરબંદર લોકસભા બેઠકના સાંસદ રમેશ ધડુકે પોતાની ગ્રાન્ટમાંથી 7 એમ્બ્યુલન્સની ફાળવણી કરી છે. જે વિધાનસભા વિસ્તારના પોરબંદર, ગોંડલ, કેશોદ, જેતપુર, જામ કંડોરણા, ઉપલેટા, માણાવદર, બાટવા કુતિયાણાના દર્દીઓને મદદરૂપ થશે આગામી 15 દિવસમાં એમ્બ્યુલન્સ આવી જશે તેમ સાંસદ રમેશ ધડુકે જણાવ્યું હતું.
Last Updated : Apr 22, 2021, 10:35 AM IST