દહેગામ પંથકની મિલમા વન વિભાગના અધિકારીઓનું સર્ચ ઓપરેશન - latestgandhinagarnews
ગાંધીનગર : દહેગામ તાલુકામાં ગેરકાયદેસર ચાલતા લાકડાના વેપારને ઉજાગર કરતા સમાચાર બાદ દહેગામ તાલુકાના વનવિભાગના અઘિકારીઓ સફાળા જાગ્યા છે. આ સંદર્ભે દહેગામ, લેકાવડા અને બોરિજ વન વિભાગના અધિકારીઓ દ્વારા દહેગામ તાલુકામાં આવેલાં દેવકરનાંના મુવાડા ખાતે આવેલી સોમિલ પર દરોડા પાડી અને કાર્યવાહી હાથ ધરવાની જાણે એક ફરજ પડી હોય તેમ બધા જ અઘિકારીઓ એક જ સાથે ત્રાટક્યા હતા. નવજીવન ટિમ્બર સોમિલમાં અઘિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્ય હતું. તમામ જથ્થાને માર્કિંગ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.