રાજકોટમાં મહિલાઓની ટોળકી દુકાનમાંથી સાડી ચોરતી CCTVકેમેરામાં થઈ કેદ
રાજકોટઃ રાજકોટની પ્રખ્યાત એવી ગુંદાવાડીમાં સાડી બજારમાં આવક મહિલાઓની ટોળકી સાડી ચોરતી CCTV કેમેરામાં ઝડપાઇ છે. આ મહિલા ટોળકી દુકાનમાં અલગ-અલગ સાડીઓ જોઈ રહી છે અને દુકાનદારને પોતાની વાતોમાં ભોળવવીને તેનું ધ્યાન ન હોય તે રીતે સાડીને થેલામાં નાખતી CCTV કેમેરામાં કેદ થઈ છે. એક ચર્ચા એવી પણ છે તમામ મહિલાઓ સારા ઘરની છે. જો કે હજુ સુધી આ મામલે કોઇ પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી પરંતુ હાલ બજારોમાં એક તરફ મંદિનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે મહિલા ગ્રાહકોના સ્વાંગમાં દુકાનમાંથી સાડીઓની ઉઠાંતરી કરી રહી છે. જેને લઈને વેપારી આલમમાં રોષ જોવા મળી રહ્યો છે. હાલ મહિલાઓ દ્વારા સાડી ચોરી કરવાના CCTV સોશિયલ મીડીયામાં વાઇરસ થતા રાજકોટની બજારના દુકાનદારો પણ સતર્ક થઈ ગયા છે.