ઉત્તર ઝોન માટે કૃષિ સુધારા બિલ અંગેની માહિતી આપતા પ્રદેશ ભાજપ મહામંત્રી
મહેસાણાઃ કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના લાભાર્થે કૃષિ સુધારા બિલને લોકસભા અને રાજ્યસભામાં બહુમતી સાથે પસાર કરવામાં આવ્યું છે. આ બિલ પર કાયદો અમલમાં આવે અને રાષ્ટ્રપતિના હસ્તગત થાય તે પહેલાં કેટલાક કૃષિ સંગઠનો અને માર્કેટ યાર્ડના સંગઠનો સહિત કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યા હતા કે, કૃષિ બિલ ખેડૂતો અને વેપારીઓને નુકસાન કરે છે અને સહકાર ક્ષેત્રે રાજનીતિ કરાઇ રહી છે. આવા આક્ષેપો સાથે વિરોધ કરવામાં આવ્યો હતો, ત્યારે કૃષિ સુધારા બિલ જેવા નિર્ણય કરી આવનારા નવા આ કાયદા વિષે માહિતી આપતા ભાજપ પ્રદેશ મહામંત્રી કે.સી. પટેલ દ્વારા ખેડૂતોના હિત માટેનો સરકારના આ નિર્ણય વિશે પત્રકાર પરિષદ યોજી સંબોધન કરાયું હતું.