રાહુલ ગાંધીનો જબરો ફેન: છેલ્લા 12 વર્ષથી કરે છે આ રીતે પગપાળા યાત્રા - કોંગ્રેસ પાર્ટીની ત્રણ દિવસીય ચિંતન શિબિર
ઉદયપુરમાં કોંગ્રેસ પાર્ટીની ત્રણ દિવસીય ચિંતન શિબિર (Nav Sankalp Shivir udaipu) વચ્ચે ફરી રાહુલ ગાંધીને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાની ચર્ચાએ જોર પકડ્યું છે. આ ચિંતન શિબિરમાં રાહુલ ગાંધીના એક પ્રશંસક પણ જોવા મળ્યા (Rahul Gandhi big Fan Pandit Dinesh Sharma) જે છેલ્લા 12 વર્ષથી રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવવાના સંકલ્પ સાથે પ્રચાર કરી રહ્યા છે. ટી-શર્ટથી લઈને સ્ટીકર સુધી કોંગ્રેસના યુવાનો રાહુલ ગાંધીનો ફોટો લગાવીને ઘૂમી રહ્યા છે. આ યુવકે પોતાને રાહુલ ગાંધીના રંગમાં રંગ્યા છે. પંડિત દિનેશ શર્મા 12 વર્ષથી રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવવાના સંકલ્પ સાથે ઘૂમી રહ્યા છે. જ્યાં પણ રાહુલ ગાંધીની રેલી થાય છે, ત્યાં તેમના પ્રશંસક પંડિત દિનેશ શર્મા પણ તિરંગા સાથે પહોંચી જાય છે. દિનેશ શર્માનું કહેવું છે કે, રાહુલ ગાંધીને ફરીથી કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવા જોઈએ કારણ કે, તેમનામાં નવી ઉર્જા અને ઉત્સાહ છે.