સુરત વાલી મંડળે ટ્યુશન ફીને લઇ FRCને કરી રજૂઆત - FRC office
સુરત: લોકડાઉન બાદ ટ્યુશન ફીને લઈને વાલી મંડળ દ્વારા FRCને રજૂઆત કરવામા આવી હતી. જોકે FRC દ્વારા ટ્યુશન ફીને લઈને નિયમન બનાવ્યા હતા. વારંવાર રજૂઆત કરવા છતાં ટ્યુશન ફી નિયમનને લઈને કોઈ પણ પ્રકારનો જવાબ નહીં આપતા વાલીમંડળ રોષે ભરાયું હતું. વાલીઓનું પ્રતિનિધિમંડળ FRC ઓફિસે પહોંચ્યું હતું. જ્યાં અધિકારીઓને આ અંગે રજૂઆત કરી હતી. જોકે વાલીઓ અને અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલા ચાલીના દ્રશ્યો સર્જાયા હતા. જે બાદમાં વાલીઓની વાત નહીં સાંભળતા વાલી મંડળ દ્વારા FRC ઓફીસ બહાર ધરણા પ્રદર્શન કરી વિરોધ નોંધાવ્યો હતો.