શરમ કરો તંત્રઃ માલપુરમાં પાણીમાંથી કાઢવી પડી સ્મશાન યાત્રા - માલપુરમાં પાણીમાંથી નિકળી સ્મશાન યાત્રા
અરવલ્લી: માલપુર તાલુકાના જીતપુર ગામે મહિલાનું મોત થતા તેમની અંતિમયાત્રા પણ મુશ્કેલી ભરી હતી. જીતપુર ગામમાં વાત્રક જળાશયનું પાણી આવતા અંતિમ યાત્રાએ જતાં લોકોને હાલાકી પડી હતી. ચોમાસા બાદ સ્મશાનના રસ્તે વાત્રક નદીનું પાણી ભરાઇ રહેતાં લોકો પાણી માંથી પસાર થવા મજબૂર બન્યા હતાં.વરસાદ બાદ ભરાયેલા પાણીનો કોઇ જ નિકાલ ન થતાં સ્થાનિક લોકોએ હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ તંત્ર કે સત્તાધીશો દ્વારા કોઇ જ નિકાલ કરવામાં ન આવતો હોવાથી સ્થાનિકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.