વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયામાં આરોગ્ય વનનું અનાવરણ કર્યું - Health Forest
વડોદરાઃ માનવ સમુદાયને સ્વાસ્થ્ય અને સુખાકારીના વિષય વસ્તુને ધ્યાનમાં રાખીને જુદા-જુદા વૈદિક વૃક્ષો સાથેનું આ આરોગ્ય વન 17 એકરમાં પથરાયેલું છે. આરોગ્ય વનમાં યોગ, આયુર્વેદ અને ધ્યાનને ખાસ મહત્વ આપવામાં આવેલુ છે. 380 પ્રજાતિના જુદા જુદા 5 લાખ વૃક્ષો વાવવામાં આવેલા છે. આરોગ્ય વનમાં કમળ તળાવ, ગાર્ડન ઓફ કલર્સ, આલ્બા ગાર્ડન, લ્યુટીયા ગાર્ડન, એરોમા ગાર્ડન, યોગ અને ધ્યાન-સ્થળ, ઈન્ડોર પ્લાન્ટ સેક્શન, ડિઝીટલ ઇન્ફર્મેશન સેન્ટર, સોવીનીયર શોપ, કાફેટેરિયાનો સમાવેશ થાય છે. આરોગ્ય વેલનેસ સેન્ટરમાં કેરાલાના ડૉક્ટડર અને નિષ્ણાંત સ્ટાફ દ્વારા જુદી જુદી નેચર થેરાપિનો પ્રવાસીઓને લાભ મળેશે. આરોગ્ય વનમાં પ્રવાસીઓ શારિરીક સુખાકારી સાથે કુદરત સાથે તાદમ્ય પણ અનુભવે છે.