પાટણમાં પ્રદેશ મહિલા કોંગ્રેસના મંત્રીએ અપક્ષ ઉમેદવારી નોંધાવી - પાટણ
પાટણ : નગરપાલિકાની ચૂંટણીમાં ટિકિટ કપાતા કોંગ્રેસ પક્ષ દ્વારા પૈસા લઈ ટિકિટ આપતી હોવાનો આક્ષેપ કરી કોંગ્રેસના પ્રદેશ મહિલા મંત્રી અલ્કા દરજીએ પક્ષના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ શનિવારે વિધિવત રીતે અપક્ષ ઉમેદવારી નોંધાવતા ખળભળાટ મચ્યો છે. અલકા દરજીએ જણાવ્યું હતું કે, પાટણ જિલ્લા કોંગ્રેસમાં સક્રિય મહિલાઓ સહિત તેમની સતત અવગણના થતી હોવાથી કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. તો બીજી તરફ પાટણ કોંગ્રેસના ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલે પ્રદેશ મહિલા મંત્રી દ્વારા લગાવવામાં આવેલા તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે.