વંદેભારતમાં PM મોદીએ લોકો સાથે દિલ ખોલીને વાત કરી,ટેકનોલોજી અંગે ચર્ચા - VANDE BHARAT EXPRESS
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીથી એવી જાહેરાત કરી હતી કે, આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન 75 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દેશના જુદા જુદા ભાગમાંથી (Vande Bharat Express special Technology) એકબીજાને જોડશે. બે દિવસની ગુજરાત યાત્રામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વંદે ભારત ટ્રેનને ગ્રીન સિગ્ન આપી દીધું હતું. એટલું જ નહીં ટ્રેનમાં બેસીને રેલવેના જુદા જુદા વિભાગના અધિકારીઓ સાથે વાતચીત કરીને પ્રોજેક્ટના દરેક પાસા વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી. વંદેભારત 160 પ્રતિ કિમીની સ્પીડથી દોડે છે. કવચ ટેકનોલોજીના ઉપયોગથી વંદે ભારત ટ્રેન તૈયાર કરવામાં આવે છે. કોઈ પણ રીતે અકસ્માત ન થાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.
Last Updated : Oct 13, 2022, 12:01 PM IST