અમરેલીની દેવળકી ગામમાં વ્યાપક પ્રમાણમાં મગફળીનો પાક નિષ્ફળ - મગફળી પાક નિષ્ફળ
અમરેલીઃ વડિયાના દેવળકી ગામે અંદાજિત 800 વીઘા જમીનમાં મગફળીનું વાવેતર કરાવામાં આવ્યું છે. આ 800 વીઘા જમીનમાં વાવેલ મગફળી પર સતત વરસી રહેલા વરસાદથી પાકને નુકસાન થયું છે. મેઘ કહેરથી મગફળીમા કોટા અને ફૂગ લાગી જવાથી ખેડૂતને મોટા પ્રમાણમાં નુકસાન થયુ છે. ખેડુતોએ બિયારણ અને દવા માટે માથે દેવુ કર્યુ હતું. પરતું તે પણ હવે ચૂકવી શકાય તેવી પરિસ્થિતિનથી. સરકાર મદદ કરે તેવી આશા ખેડુતો સેવી રહ્યા છે.