ગાંધી@150: ગાંધી આશ્રમ ખાતે પ્રાર્થના સભાનું આયોજન
અમદાવાદઃ ખાતે સાબરમતી નદીના કિનારે આવેલા ગાંધી આશ્રમ ખાતે આજ રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150 મી જન્મ જયંતી નિમિતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રાર્થના સભામાં કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ કાર્તિકેય સારાભાઈ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા અમિત ચાવડા પણ આ પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહ્યા હતા. તદુપરાંત પ્રાર્થના સભા માટે અમદાવાદની આસપાસના પ્રાથમિક શાળાઓના બાળકોને પણ વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું હતું.