લોકડાઉનમાં બાઇક પર જતા શખ્સને મૈસુર પોલીસે રોક્યો તો યુવકે બતાવ્યો સાપ
કર્ણાટક : રાજ્ય સરકારનો આદેશ છે કે, કટોકટીના કિસ્સામાં સિવાય કોઈ પણ સંજોગોમાં વાહન વ્યવહારની જોગવાઈ નથી. મૈસુર પોલીસ આ આદેશનું પાલન કરવા લોકડાઉનના બીજા દિવસે વાહનોનું ચેકિંગ કરી રહી હતી. જે દરમિયાન કુમારે બાઇકના બોક્સમાં સાપ રાખ્યો હતો. પોલીસે પૂછ્યું કે, તે ક્યાં જઈ રહ્યો છે, ત્યારે તેણે જંગલમાં જતો હોવાનું જણાવ્યું હતું. જે બાદ પોલીસે પૂછ્યું કે કેમ? તો તેના જવાબમાં તેણે સાપ બતાવ્યો અને કહ્યું કે તે સાપને જંગલમાં જઈ રહ્યો છે. જે બાદ પોલીસે તાત્કાલિક તેને બેરીકેડ દૂર કરીને તેને રસ્તો આપ્યો હતો.