ગુજરાત

gujarat

ETV Bharat / videos

જૂનાગઢ : નવા વર્ષ નિમિત્તે સાઈનાથ મંદિરમાં વિશેષ આરતીનું આયોજન

By

Published : Nov 17, 2020, 2:09 AM IST

જૂનાગઢ : વિક્રમ સંવતના નવા વર્ષને લઈને સોમવારે ભવનાથ તળેટીમાં આવેલા સોનાપુરીમાં આદિ-અનાદિ કાળથી બિરાજતા સાઈનાથની વિશેષ આરતી કરવામાં આવી હતી. સાઈનાથને પ્રતિદિન બે પહોરની આરતી દરરોજ નિત્યક્રમે અર્પણ કરવામાં આવે છે. આરતીના સમયે મંદિર પરિસર અને સોનાપુરનું વાતાવરણ આહલાદકની સાથે ભક્તિસભર પણ બની જાય છે. હાલ કોરોના સંક્રમણને કારણે ભક્તોને ખૂબ જ મર્યાદિત સંખ્યામાં અને તકેદારી સાથે મંદિરમાં પ્રવેશ કરવાની છૂટ આપવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details