પાટણમાં જગન્નાથની 137મી રથયાત્રાનું આયોજન, ભક્તોમાં જોવા મળ્યો ભારે ઉત્સાહ
પાટણઃ ઐતિહાસિક પાટણમાં આજે 137મી રથયાત્રાનું નિજ મંદિરેથી પ્રસ્થાન થયું હતું. ત્યારે વહેલી સવારથી જ જગતના નાથના દર્શનનો લ્હાવો લેવા મંદિરમાં માનવ મહેરામણ ઉમટ્યું હતું. કોઇ અનીચ્છિય બનાવ ન બને તે માટે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે રથયાત્રાનું પ્રસ્થાન થયું હતું.