અરવલ્લી: મેઘરજમાં છેલ્લા 2 દિવસમાં સૌથી વધુ વરસાદ, લોકોને ભારે હાલાકી - Gujarat Rain News
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં છેલ્લા 2 દિવસમાં સીઝનનો સૌથી વધુ વરસાદ વરસતા કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તાલુકાના વડથલી અને ખોખરીયા વચ્ચેના કોઝવે પર વરસાદી પાણી ફરી વળ્યાં હતા. જે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, તો બીજી બાજુ સુખડ નદી બે કાંઠે વહેતા અવરજવર માટે સંપર્ક તૂટ્યો હતો. તાલુકાના જીતપુર, અદપુર, નીલકંઠ સહિતના 10 ગામોનો સંપર્ક કપાયો હતો. નોંધનીય છે કે, મેઘરજમાં 48 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે.