વડોદરામાં આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું , આગામી દિવસોમાં તહેવારોને લઈ આરોગ્ય વિભાગની કામગીરી શરુ
વડોદરા : દિવાળી નજીક આવી રહી છે. ત્યારે વડોદરા આરોગ્ય વિભાગ સફાળું જાગી શહેરમાં મીઠાઈ વિક્રેતા અને મીઠાઈ બનાવતા યુનિટો પર દરોડા પાડ્યા હતા. વડોદરા કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા ગુરુવારે શહેરના દાંડિયા બજાર અને અન્ય વિસ્તારોમાં આવેલા મીઠાઈ વેચતા યુનિટો અને વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધરી નમૂના લેવામાં આવ્યા હતા.આરોગ્ય વિભાગ દ્વારા તહેવારને પગલે છેલ્લા કેટલાક દિવસોથી દરોડાની કામગીરી કરી રહી છે.જેમાં વિવિધ ખાદ્યપ્રદાથોના નમુના લઈ તેમજ અખાદ્ય ખોરોક અને મીઠાઈનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.