BIRTHDAY SPECIAL: 1994માં મિસ યૂનિવર્સનો ખિતાબ પોતાને નામ કરનારી સુષ્મિતા સેનનો આજે 45મો જન્મદિવસ
મુંબઈ: 1994માં મિસ યૂનિવર્સનો ખિતાબ પોતાને નામ કરનાર મોડલ અને અત્રિનેત્રી સુષ્મિતા સેનનો આજે 45મો જન્મદિવસ છે. હૈદરાબાદના એક વૈદ્યબ્રાહ્મણ પરિવારમાં જન્મી સુષ્મિતાના પિતા ભારતીય વાયુ સેનામાં વિંગ કમાન્ડર હતા અને તેમની માતા દૂબઈ બેસ્ડ સ્ટોરમાં જ્વેલરી ડિઝાઈનર હતા. સુષ્મિતાએ અભિનય ક્ષેત્રે તો ખુબ નામના મેળવી, પરંતુ આની સાથે સાથે તેની પર્સનલ લાઈફને પગલે પણ તે હંમેશા સુર્ખિઓમાં બની રહે છે. 45 વર્ષીય આ અભિનેત્રીએ વેબ સીરિઝ ‘આર્યા’થી એક્ટિંગ વર્લ્ડમાં ફરી કેમબેક કર્યું છે. સુષ્મિતા સેન છેલ્લે વર્ષ 2010માં હિંદી ફિલ્મ ‘નો પ્રોબ્લેમ’માં જોવા મળી હતી.