નર્મદા ડેમનો અદ્ભુત આકાશી નજારો,જુઓ વીડિયો.....
નર્મદા: સરદાર સરોવર હાલ પોતાની મહત્તમ સપાટીથી ફક્ત બે મીટર દૂર છે, ત્યારે લગભગ છલોછલ થયેલા ડેમનો આકાશી નજારાનાં દ્રશ્યો સામે આવ્યા છે. હાલ ડેમ ભરાયો હોવાથી અનેક પ્રવાસીઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટિ અને ડેમની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન અનેક મુસાફરો હેલિકોપ્ટરથી સ્ટેટ્યૂ ઓફ યુનિટી અને નર્મદા ડેમ જોવાનો લ્હાવો લેતા હોય છે. આ દ્રશ્યોમાં સરદાર સરોવર, તળાવ નંબર -1, સ્ટૂચ્યૂ ઓફ યુનિટી, નર્મદા નદી, સાતપુડા અને વિંધ્યચલ પર્વતમાળા દ્રશ્યમાન થાય છે. સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઇન્દિરા સાગર ડેમ અને ઓમકારેશ્વર ડેમમાંથી 6.5 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે. ઉપરવાસમાંથી 6,61,579 ક્યૂસેક પાણીની આવક થતા સપાટી ઘટાડવા તંત્રની કવાયત હાથ ધરવામાં આવી છે. નવા પાણીની આવકને ધ્યાને લઈ નર્મદા ડેમના 23 દરવાજા 3.6 મીટર ખોલીને 6,00,358 ક્યૂસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે. નર્મદા ડેમની હાલની ડેમ સપાટી 136.22 મીટરે પહોંચી છે