પૂર્વ કેન્દ્રીય પ્રધાન ભરતસિંહ સોલંકીએ દેડરડા ખાતે કર્યું મતદાન
આણંદ : પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને કોંગ્રેસ પક્ષના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ આજે આણંદ જિલ્લાના દેદરડા ખાતે તાલુકા પંચાયત બેઠક તથા બોચાસણ જિલ્લા પંચાયત બેઠક માટે મતદાન કર્યું હતું. આ પ્રસંગે ગ્રામજનોએ ફૂલહારથી ભરતસિંહ સોલંકીનું સ્વાગત કર્યું હતું. ભરતસિંહ સોલંકીએ પ્રજાને લોકશાહીના પર્વની મતદાન કરીને ઉજવણી કરવા માટે અપીલ કરી હતી. આ સાથે પ્રજા કોંગ્રેસ પર વિશ્વાસ મૂકી તેમને ભારે બહુમતીથી વિજય બનાવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.