પિતા-પુત્રીને લાંછન લગાડતો કિસ્સો : ભાવનગરમાં હેવાન પિતાએ દુષ્કર્મ આચરી પુત્રીને ગર્ભવતી બનાવી
ભાવનગરઃ વર્તમાન સમયમાં લાલબત્તી સમાન કિસ્સોઓ સામે આવી રહ્યા છે.આવી જ એક ઘટનાની વાત કરવામાં આવી છે. પિતાએ પુત્રી પર દુષ્કર્મ આચર્યું હતુ. પિતાએ દીકરી માટે ઈશ્વર સમાન હોઈ છે પરંતુ આ કળિયુગના એક પિતાએ પોતાની જ પુત્રીને પીંખી નાખી હતી. જેના કારણે લોકોમાં ફિટકારની લાગણી પેદા થઈ છે. આ ઘટનામાં પિતાએ 14 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યુ હતુ.સગીરાને ગર્ભવતી પણ બનવી હતી. જેની ફરિયાદ નોંધાઇ હતી. તેને 12 દીકરી અને 1 દીકરો એમ કુલ 13 બાળકો છે. દારૂની ટેવ પડી જતા તે ભાન ભૂલીને પોતાની જ પુત્રી સાથે દુષ્કર્મ આચર્યું હતું.પોલીસે મેડિકલ તપાસ કરાવતા સગીરાને 4 માસનો ગર્ભ હોવાનું જણાય આવ્યુ હતુ. આથી સગીરાને મેડિકલ ચેકઅપ માટે ભાવનગર ખસેડાઇ હતી. પોલીસે આ સગીરાના પિતાને ઝડપી લઇને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.