Jagannath Rathyatra 2022: જૂઓ, રથયાત્રાનો આકાશી નજારો - Jagannath Rathyatra 2022
અમદાવાદઃ શહેરમાં આજે ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા (Jagannath Rathyatra 2022) નીકળી હતી. ત્યારે ઠેરઠેર ભક્તોએ વ્હાલા ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત (People welcomed Jagannath Rathyatra) કર્યું હતું. તો આખું અમદાવાદ આજે જય રણછોડના નાદથી ગૂંજી ઊઠ્યું હતું. તો આવો જોઈએ રથયાત્રાનો આકાશી નજારો (Ahmedabad Rathyatra Drone Visual), જેમાં જોઈ શકાય છે કે, જ્યાં નજર પડે ત્યાં ભક્તો જ ભક્તો જોવા મળી રહ્યા છે. વહેલી સવારથી જ ભક્તો ભગવાનના રથનું સ્વાગત કરવા અને દર્શન કરવા થનગની રહ્યા હતા. તેવામાં આજે રથયાત્રા (Jagannath Rathyatra 2022) નિમિત્તે તેમની આતુરતાનો અંત આવ્યો છે. બીજી તરફ પોલીસ પણ ડ્રોનથી દરેક જગ્યાએ નજર રાખી રહી છે.