ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સની મોટી કાર્યવાહી, 66.4 કિલો સોનું કર્યુ કબ્જે
નવી દિલ્હીઃ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સએ દાણચોરી કરી બે ટ્રકમાં લાવવામાં આવતા 35 કરોડ રૂપિયાના 66.4 કિલો સોનાને ઝપ્ત કર્યું છે. તેમાં વિદેશોથી સોનાની દાણચોરી કરી ભારત-મ્યાનમાર બોર્ડરના રસ્તાથી સોનું લાવવામાં આવી રહ્યું હતું. ટ્રકોની જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે તેમાંથી 35 કરોડનું 66.4 કિલો સોનું મળી આવ્યું હતું. આ સોનું પંજાબ લઈ જવામાં આવી રહ્યું હતું. સોનાને ટ્રકનાં ઈંધણ ટેન્કમાં છુપાવીને રાખવામાં આવ્યું હતુ.મળતી માહિતી મુજબ 5 લોકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ અગાઉ D.R.Iએ દિલ્હી રેલ્વે સ્ટેશનમાં 83.6 કિલોનું સોનું કબ્જે કર્યું હતું. તેની તસ્કરી પણ ભારત-મ્યાનમાર બોર્ડર પરથી કરવામાં આવી હતી.
Last Updated : Nov 20, 2020, 1:21 PM IST