ગુજરાત

gujarat

ETV Bharat / videos

નવસારીમાં આફતનો વરસાદ, હરણ ગામના 40 પરિવારને સ્થળાંતર કરાયા - હરણ ગામના 40 પરિવારને સ્થળાંતર કરાયા

By

Published : Jul 10, 2022, 10:02 PM IST

નવસારી જિલ્લામાં અવિરત વરસી રહેલા વરસાદને (Disaster rains in Navsari ) કારણે નદીઓ તોફાની બની છે. ખાસ કરીને જિલ્લામાં વાંસદા તાલુકામા બપોરે 12 વાગ્યા સુધીના 30 કલાકમાં 12 ઇંચ, જ્યારે ડાંગના વઘઇ તાલુકામાં 7 ઇંચ વરસાદ વરસતા નવસારીમાં કાવેરી અને અંબિકા નદીઓમાં પુરની સ્થિતિ બની છે. ચીખલી તાલુકામાંથી પસાર થતી કાવેરી નદીમાં પાણી વધતા હરણ (40 families from Haran village) ગામના નદી મોહલ્લા અને ડિસ્કો ફળિયામાં 40 આદિવાસીઓના કાચા મકાનોમાં પાણી ભરાતા 40 પરિવારોને સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવાની ફરજ પડી છે. હરણ ગામમાં બે ફળિયાઓમાં પાણી ભરાતા રાજ્યના કેબીનેટ પ્રધાન નરેશ પટેલ સહિત ચીખલી તાલુકા પંચાયત પ્રમુખ કલ્પના ગાવીત તેમજ જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગરે પણ સ્થળ મુલાકાત લઈ અસરગ્રસ્તોની માહિતી મેળવી, તંત્ર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી. જ્યારે ચીખલીના ફડવેલ, ખૂંધ ગામમાં પણ કિનારાના ઘરોમાં પાણી ભરાતા પરિવારોને સ્થળાંતર કરવામાં આવ્યું છે. જ્યારે ગણદેવી તાલુકાના ધમડાછા ગામે પણ 40 પરિવારોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. સાથે જ વરસાદને લઈ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લા તંત્ર સાબદુ બન્યું છે.

ABOUT THE AUTHOR

...view details