ડીઝલના ભાવમાં ભડકો, ખેડૂતોના આર્થિક ભારણમાં થયો વધારો
ભરૂચઃ ડીઝલના ભાવ વધારાને કારણે ખેડૂતોને આર્થિક ભારણ વધ્યું છે. વરસાદ પહેલા ખેતરોમાં પાકની વાવણીના સમયે ડીઝલના ભાવમાં વધારો થતા ભરૂચના ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ખેડૂતોને વિઘાએ 240 રૂપિયાનો ખર્ચ વધ્યો છે. આ ઉપરાંત પાકની નવી વાવણી માટે પણ ખેડૂતોને પાણી ખેંચવા માટે મોટર મશીનરીમાં ડીઝલ વપરાશ થાય છે. ડીઝલના ભાવ વધતા ખેડૂતોને આર્થિક માર પડી રહ્યો છે. ખેડૂત મિત્રો ડીઝલ ભાવ ન ઘટે અને યોગ્ય સબસીડી સરકાર દ્વારા આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.