લોકોએ જીવનમાં કીર્તિમંદિરની એકવાર મુલાકાત લેવી જોઈએઃ હરિયાણા નાયબ મુખ્યપ્રધાન
પોરબંદર : હરિયાણાના નાયબ મુખ્યપ્રધાન દુષ્યંત ચૌટાલાએ પરિવાર સાથે સોમવારના રોજ ગાંધીજીના જન્મ સ્થળ પોરબંદરની મુલાકાત લીધી હતી. દુષ્યંત ચૌટાલા પરિવાર સાથે કચ્છથી વિમાન મારફતે પોરબંદર આવીને ત્યાંથી રોડ માર્ગે દ્વારકાધીશના દર્શને ગયાં હતા. જે બાદ દ્વારકાથી સાંજે 4:30 કલાકે પોરબંદર પરત ફરી કીર્તિમંદિર ગાંધીજીના જન્મસ્થળની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ચૌટાલાએ જણાવ્યું હતું કે, લોકોએ જીવનમાં આ સ્થળની એકવાર મુલાકાત લેવી જોઈએ. કીર્તિમંદિરની મુલાકાત બાદ તેમને સોમનાથ મહાદેવના દર્શન કરવા જશે. આ ઉપરાંત દિલ્હીમાં ચાલતાં ખેડૂત આંદોલન વિશે પૂછતાં તેમને જણાવ્યું હતું કે, સરકાર અને ખેડૂતો વિશે ચર્ચા થશે અને આ આંદોલન પૂર્ણ થશે તેવી આશા છે.