કોરોના કાળમાં અનોખા લગ્નનો વીડિયો - પ્રતિબંધોથી બચવા દંપતિએ કર્યા ફ્લાઇટમાં લગ્ન
તમિલનાડુ : કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને ઘણા રાજ્યો અને શહેરોમાં કરફ્યૂ અને લગ્નમાં મર્યાદિત પ્રતિબંધ લગાવી દીધા છે. એવામાં મદુરાઇમાં એક દંપતી રાકેશ-દક્ષિણાએ આ પ્રતિબંધોથી બચવા માટે મદુરાઇ-બેંગ્લોરની આખી ફ્લાઇટ બૂક કરાવી હતી અને આ ફ્લાઇટમાં 165 સંબંધીઓની મોહક હાજરી વચ્ચે લગ્ન ગ્રંથિએ જોડાયા હતા. તેમના સંબંધીઓને કોરોનાના નેગેટિવ રિપોર્ટ બાદ ફ્લાઇટમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર અનોખા લગ્નનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.