શું ખરેખર કૉંગ્રેસે આ પાટીદાર નેતાઓનો પણ લીધો હતો ભોગ...
અમદાવાદઃ ગુજરાત કૉંગ્રેસમાંથી છેડો ફાડ્યા પછી હાર્દિક પટેલે આજે (ગુરુવારે) પ્રથમ વખત પત્રકાર પરિષદ (Hardik Patel Press Conference) યોજી હતી. અહીં તેમણે ગુજરાત કૉંગ્રેસ દ્વારા કરવામાં આવતી મનમાની અંગે (Hardik Patel on Congress) વાત કરી હતી. સાથે જ પાર્ટીમાં જ યુવા નેતાઓ સાથે થતા ગેરવ્યવહાર અંગે પણ ખૂલીને વાત કરી હતી. કૉંગ્રેસના પૂર્વ નેતા હાર્દિક પટેલે (Former Congress Acting President Hardik Patel) જણાવ્યું હતું કે, વર્ષ 1972માં પણ ચીમનભાઈને હટાવી દેવામાં આવ્યા હતા. વર્ષ 2012માં નરહરિ અમીનને પણ હટાવાયા હતા. કૉંગ્રેસમાંથી 10 વર્ષમાં 117 લોકો, 27થી વધુ ધારાસભ્યો, 12થી વધુ પૂર્વ લોકસભાના સભ્યો સહિતના લોકોએ પાર્ટી છોડી છે. એટલે કૉંગ્રેસ શિબિરની નહીં ચિંતનની જરૂર છે. હાર્દિક પટેલે (Hardik Patel on Congress) વધુમાં ઉંમેર્યું હતું કે, મને ગુજરાત કૉંગ્રેસનો કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યો હતો. જોકે, આ પદ માત્ર શોભાના ગાંઠિયા જેવું હતું. મારી પાસે કોઈ સત્તા નહતી.