દ્વારકાની પવિત્ર ગોમતી નદીમાં તિરંગો લહેરાવી સ્વતંત્રતા દિવસની ઉજવણી
સમગ્ર દેશમાં આજે 75માં આઝાદી પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી (Independence Day river Gomti of Dwarka) થઇ રહી છે ત્યારે દ્વારકામાં અનોખી રીતે આઝાદી પર્વની ઉજવણી ભડકેશ્વર ગ્રુપ દ્વારા કરવામાં આવી હતી. પવિત્ર દ્વારકા ગોમતી નદીમાં ભડકેશ્વર ગ્રુપ દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. દ્વારકાના ભડકેશ્વર યોગ ગૃપ દ્વારા ગોમતી નદીમાં યોગ કરી ત્યાર બાદ તિરંગો લેહરાવ્યો હતો આઝાદી કા 75માં મહોત્સવ અંતર્ગત હાલ સમગ્ર દેશમાં હર ઘર તિરંગા મુહિમ ચાલે છે ત્યારે દ્વારકા વાસીઓ એ પવિત્ર ગોમતી નદીમાં તરી ને અલગ જ રીતે તિરંગો લેહરાવ્યો હતો અને અનોખી રીતે આઝાદી પર્વની ઉજવણી કરી હતી.