વર્ષમાં ફક્ત એક જ વાર ઉગતું ભગવાન શિવને પ્રિય 'બ્રહ્મ કમળ ફૂલ'
બારડોલીઃ આપણા દેશની પ્રકૃતિ ઘણી સુંદર છે અને તેની સાથે જોડાયેલી દરેક વસ્તુ પણ ઘણી સુંદર છે. નદી, તળાવ, પહાડો, ફૂલો, વૃક્ષ, છોડ, જંગલો આ બધુ જ આકર્ષક છે, પણ ઘણા એવા ગુણોથી સજ્જ પણ છે જે માનવ હિતના કામમાં આવે છે. તેમાંથી કેટલાક તો સંપૂર્ણ રીતે દૈવી શક્તિવાળા પણ માનવામાં આવે છે. વૃક્ષોમાં પીપળો અને વડ આ બે વૃક્ષોને આપણા પ્રાચીન શાસ્ત્રોમાં ઈશ્વરની શક્તિનું પ્રતિક માનવામાં આવ્યા છે. જો ફૂલોની વાત કરીએ તો એક ફૂલ એવું પણ છે, જેના વિષયમાં ઘણા ઓછા લોકો જાણતા હોય છે. પરંતુ એની અલૌકિક શક્તિ ઘણી વધારે છે અને એ ફૂલ છે, બ્રહ્મ કમળ ભગવાન શિવને પ્રિય એવું આ ફૂલ 1 વર્ષમાં એક જ વાર થતું હોય છે. હાલ બારડોલીના તેન ગામના કાંતિલાલ પુરષોત્તમભાઈ પરમારના ત્યાં આ બ્રહ્મ કમળ ખીલ્યું છે. જે ખુબજ અલૌકિક છે.