વેબ સીરિઝનું શુટિંગ કરવા માટે ચિત્રકુટ વોટરફોલ સાઈટ પર પહેલી વખત ઉમટ્યા બોલિવૂડ સેલેબ્સ - છત્તીસગઢના બસ્તરમાં શુટિંગ
બસ્તર: બંદુક અને બોંબના અવાજથી ગુંજતા છત્તીસગઢના બસ્તરમાં છેલ્લા કેટલાક દિવસોથી ફિલ્મનું શુટિંગ થઈ રહ્યું છે. ભારતના મિનિ નાયગ્રા તરીકે જાણીતા ચિત્રકુટ વોટરફોલ સાઈટ પર હિન્દી વેબ સીરિઝનું શુટિંગ ચાલી રહ્યું છે. ચિત્રકુટ વોટરફોલનો અદભૂત નજારો બોલિવૂડના કલાકારોને અહીં સુધી ખેંચી લાવ્યો છે. આ વેબ સીરિઝમાં અભિનેતા પરેશ રાવલના પુત્ર આદિત્ય રાવલ, નકુલ સહદેવ, આશિષ વિદ્યાર્થી જેવા મોટા કલાકારો કામ કરી રહ્યા છે. આ તમામ લોકોની હાજરીમાં બસ્તર જિલ્લામાં આવેલા ચિત્રકુટ વોટરફોલ સાઈટમાં પહેલીવાર વેબ સીરિઝનું શુટિંગ થઈ રહ્યું છે. આ વેબ સીરિઝનું નામ 'આર યા પાર' છે. પરેશ રાવલના પુત્ર આદિત્ય રાવલ, આશીષ વિદ્યાર્થી, નકુલ સહદેવ જેવા જાણીતા કલાકારો આ વેબ સીરિઝમાં કામ કરી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી ચિત્રકુટ વોટરફોલ સાઈટ પર શુટિંગ થઈ રહ્યું છે. વહીવટી તંત્ર તરફથી પણ એમની સુરક્ષા માટે પૂરતો બંદોબસ્ત લાગુ કરી દેવાયો છે.